- National
- કચોરી ખાવા માટે ટ્રેનના પાયલટે સ્ટેશન પહેલા ટ્રેન ઉભી રાખી દીધી પછી...
કચોરી ખાવા માટે ટ્રેનના પાયલટે સ્ટેશન પહેલા ટ્રેન ઉભી રાખી દીધી પછી...

સોશિયલ મીડિયા પર થોડાક દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. વાસ્તવમાં રાજસ્થાનના અલવરમાં કચોરી ખાવા માટે એક લોકો પાયલટે ટ્રેનને રેલવે ફાટક પર ઉભી રાખી હતી. આ દરમિયાન રેલવે ફાટકની બંને બાજુ લાંબી લાઈન લાગી ગઈ હતી. ભીડમાં હાજર વ્યક્તિઓએ વીડિયો બનાવ્યો અને તેણે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
વીડિયો વાયરલ થયા પછી રેલવે વિભાગ પણ હરકતમાં આવ્યું. એક મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટનામાં રેલવેએ પોતાના કર્મચારીઓની ભૂલ માની છે અને કાર્યવાહી કરતા 2 લોકો પાયલટ, 2 ગેટમેન અને એક ઇન્સ્ટ્રકટરને સસ્પેન્ડ કર્યા છે. આની સાથે જ ડિપાર્ટમેન્ટને આ કેસમાં તપાસનો હૂકમ આપ્યો છે. અલવર સ્ટેશનના સુપ્રિટેન્ડેડને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા છે.
વાત એવી છે કે, અલવરના જંકશનથી 500 મીટર પહેલા દાઉદપુર ફાટક પર ટ્રેનનું એન્જિન બદલવામાં આવે છે. પછી ભિવાની પેસેન્જર ટ્રેન આવે છે, પછી આના એન્જિનને બદલવામાં આવે છે. ટ્રેનના લોકો પાયલટે આ દરમિયાન ફાટકની પાસે ટ્રેન ઉભુ રાખી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ટ્રેનના ડ્રાઇવરે કચોરી લેવા માટે ટ્રેન ઉભી રાખી હતી. આ દરમિયાન ફાટકની બંને બાજુએ ગાડીઓની લાંબી લાઈન લાગી ગઈ હતી.
@AshwiniVaishnaw @RailMinIndia @GMNWRailway @DRMJaipur @drm_dli
— NARENDRA KUMAR JAIN (@NarendraJainPcw) February 18, 2022
यह वीडियो एकwhatsappग्रुप के माध्यम से आज ओर अभी देखने को मिला है
क्या यह रेलवे नियमानुसार सही है अगर गलत है तो एक्शन लीजिए और सम्बंधित सभी व्यक्तियों पर कार्यवाही करें@vishalmrcool @JAGMALSINGH_MON @vasudhoot pic.twitter.com/Tw5dtkozzn
ઘટના સામે આવ્યા બાદ લેવામાં આવ્યું મોટું એક્શન
કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રેનના ડ્રાઇવરે કચોરી માટે ફાટક પર ટ્રેનનું એન્જિન બંધ કર્યું હતું. કચોરી લીધા પછી જ ટ્રેન ત્યાંથી રવાના થઇ. આ દરમિયાન ફાટકની બંને બાજુએ લોકોની ભીડ ભેગી થઇ હતી. ભીડમાં ઉપસ્થિત લોકોએ આનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યાર બાદ રેલવે વિભાગે આ બાબતને ગંભીરતાથી લઇ, એક્શન લેતા 5 અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઘટનાની પૂર્ણ તપાસ થયા બાદ જ અંતિમ કાર્યવાહી કરવામાં આવશે.
વાયરલ થયેલા વીડિયોમાં કચોરી ખાવા માટે લોકો પાયલટે સ્ટેશનથી પહેલા જ ટ્રેનને આઉટરમાં ઉભી રાખી હતી. ફાટકની પાસે એક વ્યક્તિના હાથમાંથી થેલી લઈને ઉભો હતો. ટ્રેન ત્યાં આવીને ઉભી રહી જાય છે. પછી એન્જિન ડ્રાઇવર આ થેલીને પકડે છે અને પછી ટ્રેન આગળ વધે છે. આ દરમિયાન ફાટક બંધ રહે છે. આ જ કારણે બંને બાજુએ ગાડીઓની લાંબી લાઈન લાગી જાય છે.
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Opinion
-copy.jpg)