- National
- 50 વર્ષના વેવાઈ સાથે પ્રેમમાં પડી છોકરાની મા, પતિ અને બે બાળકોને છોડીને ભાગી ગઈ
50 વર્ષના વેવાઈ સાથે પ્રેમમાં પડી છોકરાની મા, પતિ અને બે બાળકોને છોડીને ભાગી ગઈ
એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર, સંબંધો કે સામાજિક બંધનોને માનતો નથી. ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 45 વર્ષીય મહિલા તેના થનારા સમધી સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. મહિલાના પરિવારે ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યા પછી આ ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં તો પોલીસે મહિલાને શોધી કાઢી છે અને તેને તેના પરિવારને સોંપી દીધી છે.
રિપોર્ટ્સ અનુસાર, બડનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંટવાસા ગામની રહેવાસી મહિલા છેલ્લા આઠ દિવસથી ગુમ હતી. તેના પરિવારે તેની શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં. ત્યારપછી તેઓએ પોલીસની મદદ લીધી અને ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો. ત્યાર પછી, બડનગર પોલીસે શોધખોળ શરૂ કરી અને આખરે તેને શોધી કાઢી હતી.

તપાસ દરમિયાન પોલીસને જે સત્ય જાણવા મળ્યું તેનાથી બધા ચોંકી ગયા. મહિલાએ જણાવ્યું કે તે પોતાની મરજીથી તેના પતિ અને બે બાળકોને છોડી દીધા છે અને તેના પ્રેમી સાથે રહેવા માટે આવી ગઈ છે. મહિલાએ જ્યારે ખુલાસો કર્યો કે તેનો પ્રેમી બીજો કોઈ નહીં પણ તેના છોકરાનો થનારો સસરો હતો ત્યારે પોલીસ વધુ ચોંકી ગઈ. મહિલાના દીકરાની સગાઈ તે પુરુષની દીકરી સાથે થઈ હતી, પરંતુ સગાઈ પહેલા તેઓ એકબીજાની નજીક આવી ગયા અને ભાગી જવાનું નક્કી કર્યું.
પોલીસે જ્યારે બંનેને પોલીસ સ્ટેશન બોલાવ્યા ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેઓ એકબીજાના પ્રેમમાં હતા અને પોતાની મરજીથી સાથે રહેવા માંગતા હતા. મામલો અંગત હોવાથી પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં અને મહિલાને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી દીધી. મીડિયા સૂત્રો સાથે વાત કરતા, બડનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અશોક પાટીદારે જણાવ્યું કે, આશરે 45 વર્ષીય મહિલા આઠ દિવસ પહેલા ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે, મહિલા 50 વર્ષીય પુરુષ સાથે ભાગી ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે, મહિલાના દીકરા અને પુરુષની પુત્રીની સગાઈની વાત ચાલુ હતી. જોકે, સગાઈ થાય તે પહેલાં જ મહિલા તે પુરુષ સાથે ભાગી ગઈ.
સ્ટેશન હાઉસ ઓફિસર અશોક પાટીદારે જણાવ્યું કે, ચીકલીનો એક પુરુષ તેની પુત્રી માટે સબંધ શોધવા માટે બડનગર તાલુકાના ઉંટવાસ ગામમાં ગયો હતો. વાતચીત કર્યા પછી, છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરતા હતા. સગાઈની તૈયારીઓ શરૂ થઈ.

14 ઓક્ટોબરના રોજ, ઉંટવાસની 45 વર્ષીય મહિલા (છોકરાની માતા) ગુમ થઈ ગઈ. 15 ઓક્ટોબરના રોજ, દીકરાએ બડનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પંદર દિવસ પછી, તેમને ખબર પડી કે તે ચીકલીમાં રહે છે. જ્યારે પોલીસ પહોંચી, ત્યારે તેમને તે મહિલા છોકરીના પિતા સાથે રહેતી મળી. બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, જ્યાં ખરી હકીકત બહાર આવી હતી.
પોલીસ સ્ટેશનમાં લગભગ ત્રણ કલાક સુધી મહિલાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેની માતા, સાસુ અને પરિવારના અન્ય સભ્યોએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે તેના સાસરિયા કે માતાપિતાના ઘરે નહીં જાય.

સ્ટેશન હાઉસ ઓફિસર અશોક પાટીદારના જણાવ્યા અનુસાર, મહિલાનો પતિ જીવિત છે. જોકે, જે પુરુષ સાથે તે રહેવા માંગે છે તેની પત્નીનું અવસાન થયું છે. મહિલાના આગ્રહને કારણે, તેને ચીકલીના પુરુષ સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે.

