દાવો- અજમેરની પ્રસિદ્ધ દરગાહ પર પહેલા શિવમંદિર હતું, કોર્ટે અરજી સ્વીકારી

રાજસ્થાનના અજમેરમાં આવેલી દેશ દુનિયાની પ્રસિદ્ધ દરગાહને હિંદુ મંદીર બતાવવાની અરજી નીચલી કોર્ટે સ્વીકારી લીધી છે અને હવે બધા પક્ષકારોને કોર્ટે નોટિસ મોકલાવી છે. હવે આની સુનાવણી 20 ડિસેમ્બરના દિવસે થશે.

હિંદુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં આવેલી ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તી દરગાહને હિંદુ પુજા સ્થળ હોવાની અરજી કોર્ટમાં કરી હતી. આ અરજી પર બુધવારે અજમેર પશ્ચિમ સિવિલ જજ સીનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે દરગાહ કમિટી સહિત બધા પક્ષકારોને નોટિસ મોકલીને 20 ડિસેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

હિંદુ સંગઠન લાંબા સમયથી દરગાહને મંદિર બતાવી રહ્યું છે. આ પહેલા 2022માં હિંદુ સંગઠન મહારાણા પ્રતાપ સેનાએ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે અજમેરની દરગાહ પર પહેલા શિવમંદીર હતું.

About The Author

Related Posts

Top News

ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ (NavIC) હવે નબળું પડી ગયું છે. તેના ચાર ઉપગ્રહોમાંથી એક ઉપગ્રહે કામ કરવાનું બંધ કરી...
Science 
ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ...
Entertainment 
સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે

કિંજલ રબારીની ઘર વાપસી બાદ ચૌધરી સમાજની દીકરી પરત લાવવા માંગ, ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ

તાજેતરમાં જ કિંજલ રબારીને પરત તેના પરિવારજનોને સોપવામાં આવી છે. ત્યારે હવે ચૌધરી સમાજ મેદાનમાં આવ્યો છે. તેણે પણ પોતાના...
Gujarat 
કિંજલ રબારીની ઘર વાપસી બાદ ચૌધરી સમાજની દીકરી પરત લાવવા માંગ, ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ

મામલતદારે લાંચમાં AC અને વીઘા દીઠ 10000 રૂપિયા માંગ્યા; ACBએ પકડ્યા

ગુરુવારે, અજમેરના ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ઇન્ટેલિજન્સ)ની એક ટીમે ભીલવાડા જિલ્લાના આસિંદ ક્ષેત્રમાં અંટાલી તાલુકા કાર્યાલયમાં એક મોટી કાર્યવાહી હાથ...
National 
મામલતદારે લાંચમાં AC અને વીઘા દીઠ 10000 રૂપિયા માંગ્યા; ACBએ પકડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.