'તેઓ ક્યારેય અધૂરું કામ નથી કરતા, તેઓ NRC લાવવા માંગે છે,' અમિત શાહે બોલાવેલી મિટિંગ પર અસદુદ્દીન ઓવૈસીએ આવું કહ્યું

પોતાના ઉગ્ર ભાષણો માટે જાણીતા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર ખુબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'તેઓ અમિત શાહ છે, અને હું જાણું છું કે તેઓ કોઈ પણ કામ બેદરકારીથી નથી કરતા. જો અમિત શાહ કોઈ મિટિંગ કરે છે, તો તેઓ ક્યારેય અધૂરું કામ કરતા નથી કે હવામાં ગોળીબાર કરતા નથી. મને તો શંકા છે કે, તેઓ છેવટે NRC લાવવા માંગે છે.'

Asaduddin Owaisi
zeenews.india.com

અસદુદ્દીન ઓવૈસીએ એમ પણ જણાવ્યું હતું કે, તેમણે એક કમિશનની રચના કરી છે. કદાચ તેઓ ખોટા પણ હોઈ શકે છે, પરંતુ છેવટે તેનું પરિણામ NRC હોઈ શકે છે.

આ ઉપરાંત, અસદુદ્દીન ઓવૈસીએ માંગ કરી હતી કે, CM રેવંત રેડ્ડીની તેલંગાણા સરકાર રાજ્યના રહેવાસીઓને કાયમી નિવાસ પ્રમાણપત્ર (PRC) જારી કરે, જેથી કરીને દસ્તાવેજોનું કામ સરળ બને અને ભવિષ્યમાં વહીવટી મુશ્કેલીઓથી બચી શકાય. અંતિમ મતદાર યાદીના પ્રકાશન પછી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેની રાહ જોવાને બદલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

Asaduddin Owaisi
jansatta.com

આ સાથે તેમણે એમ પણ કહ્યું, 'હું જાન્યુઆરી પછીથી CM પાસે મુલાકાત કરવાનો સમય માંગી રહ્યો છું. અમે આ પહેલા પણ એક હજ કેમ્પમાં મળ્યા હતા, અને ત્યાર પછીથી તેઓ ખૂબ જ વ્યસ્ત રહે છે. પરંતુ જો શાસક પક્ષ સમજી શકતો નથી કે તેલંગાણાના ગરીબ લોકો પાસે દસ્તાવેજો નથી, તો તેઓ વાસ્તવિકતાથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે. શાસક પક્ષ આ વિશે વાત નથી કરી રહ્યો, તેથી અમે માંગ કરીએ છીએ કે તેલંગાણા સરકાર તાત્કાલિક તેલંગાણામાં કાયમી નિવાસી પ્રમાણપત્રો બહાર પાડે.'

Amit Shah
aajtak.in

અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર પહેલાથી જ તેના નાગરિકોને કાયમી નિવાસી પ્રમાણપત્રો આપી રહી છે, તેથી તેલંગાણા સરકારે પણ આવો જ અભિગમ અપનાવવો જોઈએ. શાસક પક્ષ કોંગ્રેસ પાર્ટી છે, તેથી અંતિમ મતદાર યાદી જાહેર થયા પછી, તેઓ અમને આવીને એવું બહાનું ન બતાવે કે, 'જુઓ, અહીં એક ષડયંત્ર રચાયું છે', તેમણે કહ્યું, 'જો કોઈ ષડયંત્ર થયું છે, તો ઉકેલ શોધો.'

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.