- National
- ઉછીના પૈસા માટે આદિવાસી મહિલાએ પોતાના બાળકને મૂક્યું ગીરવે, પરત ફરી તો ખબર પડી કે પુત્રનું તો...
ઉછીના પૈસા માટે આદિવાસી મહિલાએ પોતાના બાળકને મૂક્યું ગીરવે, પરત ફરી તો ખબર પડી કે પુત્રનું તો...

આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં એક આદિવાસી મહિલા અને તેના 3 બાળકોને બતક પાલકે 25,000 રૂપિયાના દેવા માટે બંધુઆ મજૂર બનાવી લીધા. મહિલાએ આરોપી પાસે પૈસા પરત કરવા માટે સમય માગ્યો હતો. ત્યારે તેણે મહિલાને તેના એક પુત્રને જામીન તરીકે છોડવા મજબૂર કરી. ત્યારબાદ મહિલાએ વ્યાજ સહિત આખી રકમ ચૂકવી દીધી. ત્યારે તેને કહેવામાં આવ્યું કે બાળકનું મોત કમળાથી થઈ ગયું છે. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ, પીડિતાનું નામ અનકમ્મા છે. અનકમ્મા, તેના પતિ ચેંચય્યા અને 3 બાળકો તિરુપતિમાં એક બતક પાલકને ત્યાં એક વર્ષથી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, કોઈ કામ માટે ચેંચય્યાએ બતક પાલક પાસેથી 25,000 રૂપિયા ઉધાર લીધા હતા. ત્યારબાદ ચેંચય્યાનું મોત થઈ ગયું. રિપોર્ટ મુજબ, એ મહિલા અને બાળકોને કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. જ્યારે પીડિતા અનકમ્માએ ત્યાંથી જવાની વાત કહેવા લાગી ત્યારે બતક પાલકે 20,000 રૂપિયા વ્યાજ જોડીને 45,000 રૂપિયા અને એક બાળકને તેની પાસે છોડવાની શરત રાખી દીધી. ત્યાંથી નીકળવાની મજબૂરીમાં અનકમ્માએ તેની વાત માની લીધી. રિપોર્ટ અનુસાર, અનકમ્માએ કહ્યું કે તે સમય-સમય પર પુત્ર સાથે વાત કરતી રહેતી હતી. ફોન પર, દીકરો માતાને ત્યાંથી લઈ જવા અને આરોપી દ્વારા કામ કરાવવાની વાત કહેતો હતો.

રિપોર્ટ અનુસાર, જ્યારે પીડિતાએ પૈસાની વ્યવસ્થા કરી દીધી, અને પુત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે તે વાત કરતા બચવા લાગ્યો. આ દરમિયાન પહેલા કહેવામાં આવ્યું કે તે ત્યાંથી ભાગી ગયો છે. મહિલાએ કેટલાક સ્થાનિક આદિવાસી નેતાઓના માધ્યમથી પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આરોપીની પૂછપરછ કરી. તો તેણે કહ્યું કે બાળકનું કમળાથી મોત થઈ ગયું છે. તે તેના શરીરને કાંચીપુરમમાં દફનાવી ચૂક્યો છે. ત્યાંથી જ મંગળવારે શબને ખોદીને બહાર કાઢ્યું અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
પોલીસે આ મામલે આરોપી બતક પાલક વિરુદ્ધ બંધુઆ મજૂર પ્રણાલી અધિનિયમ, બાળ મજૂરી અધિનિયમ, કિશોર ન્યાય અધિનિયમ, SC/ST અત્યાચાર અધિનિયમ સહિત BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી અને તેના પરિવારની ધરપકડ કરી લેવામાં આવી છે. તિરુપતિના કલેક્ટર વેંકટેશ્વરે કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. તો હૉસ્પિટલના CCTV કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે.
Related Posts
Top News
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Opinion
