- Sports
- ‘ભારતે બૉલ પર વેસેલિન લગાવીને ચમકાવ્યો!’, પૂર્વ ક્રિકેટરનો લવારો
‘ભારતે બૉલ પર વેસેલિન લગાવીને ચમકાવ્યો!’, પૂર્વ ક્રિકેટરનો લવારો
ન વિરાટ કોહલી, ન રોહિત શર્મા અને ન તો રવિચંદ્રન અશ્વિનનો અનુભવ. છતા, શુભમન ગિલ કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડ સાથે સીરિઝ ડ્રો કર્યા બાદ ભારત પરત ફર્યો છે. ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે મોહમ્મદ સિરાજની એ શાનદાર સ્પેલ, જેના કારણે ભારતીય ટીમ હારી ગયેલી મેચ જીતી ગઈ. હવે ભારતના તે ઐતિહાસિક જીત બાદ, પાકિસ્તાનીઓને મરચું લાગ્યું છે. આમ પણ ભારત ઉપલબ્ધિ હાંસલ કરે એ પાકિસ્તાનીઓને ક્યાંથી પચે છે. એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ભારતીય ટીમ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે.
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શબ્બીર અહમદે X પર પોસ્ટ કરતા લખ્યું કે- ‘મને લાગે છે કે ભારતીય ટીમે વેસેલિનનો ઉપયોગ કર્યો હતો. 80 ઓવર બાદ પણ બોલ નવા જેવો ચમકતો હતો. અમ્પાયરોએ તે બોલને તપાસ માટે લેબ મોકલવો જોઈએ.’ આ વિવાદાસ્પદ નિવેદન માટે સોશિયલ મીડિયા યુઝર્સે શબ્બીર અહમદને ખૂબ જ ટ્રોલ કર્યો છે.
https://twitter.com/AshwiniRoopesh/status/1953019243727089878
એક વ્યક્તિએ તે તસવીર શેર કરી છે જેમાં શાહિદ આફ્રિદી દાંત વડે બૉલ ચાવતો જોવા મળે છે. તો, એક વ્યક્તિએ કહ્યું કે, શબ્બીર અહમદે આ વાત વકાર યુનિસ અને વસીમ અકરમને જઈને પૂછવી જોઈએ કે શું તેઓ પણ ચીટિંગ કરીને જૂના બૉલને સ્વિંગ કરાવતા હતા.
https://twitter.com/sinchanmazumder/status/1952679657821643078
ઉલ્લેખનીય છે કે, ઓવલ ટેસ્ટના પાંચમા દિવસે મોહમ્મદ સિરાજના શાનદાર પ્રદર્શનની દુનિયાભરમાં પ્રશંસા થઈ. છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 35 રન બનાવવાની જરૂરિયાત હતી. પ્રસિદ્ધ કૃષ્ણા એક એન્ડથી બોલિંગ કરી રહ્યા હતા, જ્યારે પાંચમા દિવસે મોહમ્મદ સિરાજ બીજા એન્ડથી બોલિંગ કરી રહ્યા હતા. સિરાજે પાંચમા દિવસે 25 બૉલ ફેંક્યા અને તેણે બૉલમાં આખી મેચ પલટી નાખી. આ 25 બૉલમાં તેણે માત્ર 9 રન આપ્યા અને 4 કિંમતી વિકેટ લીધી.

