- National
- જાહેરમાં કપડા કાઢ્યા, ગાળો આપી અને... રેલવે સ્ટેશન પર કિન્નરોનું મહિલા તેના પતિ અને દીકરી સાથે ગેરવર...
જાહેરમાં કપડા કાઢ્યા, ગાળો આપી અને... રેલવે સ્ટેશન પર કિન્નરોનું મહિલા તેના પતિ અને દીકરી સાથે ગેરવર્તન; પોલીસને પણ મારી
જૂની દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 16 પર એક પ્રવાસી પરિવાર અને ટ્રાન્સજેન્ડરો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારું લોહી ઉકળી ઉઠશે. રિપબ્લિક ભારતના અહેવાલ અનુસાર, યુવાન અને ટ્રાન્સજેન્ડર જૂથ વચ્ચે જનરલ કોચમાં ચઢવા અને સીટને લઇને ઝઘડો થયો હતો.
વિવાદ થયા બાદ, પાંચ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના જૂથે યુવાન પર હુમલો કર્યો અને તેને ઢોર માર માર્યો. હદ તો ત્યારે થઇ ગઇ, જ્યારે યુવકને બચાવવા માટે તેની પત્ની અને પુત્રીએ દરમિયાનગીરી કરી ત્યારે કિન્નરોએ તેમને પણ માર માર્યો અને આટલું જ નહીં અપશબ્દો કહ્યા. હેરાનીની વાત એ છે કે, આસપાસના લોકો ફક્ત મુકદર્શક બનીને આ ઘટના જોતા રહ્યા.
https://twitter.com/gharkekalesh/status/2073035569446437282?s=20
વીડિયોમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ ભીડવાળા પ્લેટફોર્મ પર કપડા ઉતારીને ન્યૂડ હાલત થઇ જાય છે. તે તાળીઓ પાડતી અપશબ્દો બોલી રહી છે અને આસપાસના લોકોને ધમકાવતી જોવા મળે છે. એટલામાં એક પોલીસ અધિકારી આવે છે અને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ કિન્નર તેમને થપ્પડ મારવાનો ઈશારો કરીને ગાળો બોલતી દેખાય છે.
નોંધનીય છે કે ગયા વર્ષે ઉત્તર પ્રદેશના દેવરિયાથી પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો, જ્યાં ટ્રાન્સજેન્ડરોએ પોલીસ કર્મચારીઓને દોડાવી દોડાવીને માર માર્યા હતા. આ ઘટનામાં રાત્રે 5-6 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ મુસાફરો પાસેથી બળજબરીથી પૈસા માંગી રહ્યા હતા. મુસાફરોએ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરી હતી. ઇન્સપેક્ટર કિન્નરો પાસે ગયા અને તેમને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું. સાથે જ જો વધુ ફરિયાદો મળશે તો કાર્યવાહી કરવાની વાત કહી હતી.
આ સાંભળતા જ કિન્નર ગુસ્સે ભરાઇ ગયા અને તેમના સાથીઓને બોલાવીને ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો હતો. તેમણે RPF સ્ટેશન પર ખુરશીઓ અને દરવાજા તોડી નાખ્યા હતા અને નગ્ન થઈને હોબાળો મચાવ્યો હતો. હુમલાની જાણ થતા સ્ટેશન પરના અન્ય પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેમણે કોઇક રીતે ઇન્સ્પેક્ટરને બચાવ્યા હતા. ઘટના બાદ, પોલીસે ઘટનાસ્થળેથી બે ટ્રાન્સજેન્ડરોની ધરપકડ કરી હતી.

