નીતિન ગડકરી કહે છે દેશમાં પાણીની કોઈ કમી નથી, બીજી બાજુ મુંબઈના તળાવોમાં 9 ટકા જ પાણી છે! અઠવાડિયામાં 2-3 દિવસ પાણી કાપ

મુંબઈવાસીઓને ચોમાસા માટે થોડી વધારે રાહ જોવી પડશે. કોંકણથી જ ચોમાસું આગળ વધતું ન હોવાને કારણે, જે 23 જૂને મુંબઈ પહોંચવાનું હતું, તે હવે બે થી ત્રણ દિવસ મોડું પહોંચવાની ધારણા છે. સ્કાયમેટના વડા મહેશ પાલાવતના જણાવ્યા અનુસાર, ચોમાસાને આગળ વધારે એવી પરિસ્થિતિ તૈયાર ન હોવાને કારણે તે કોંકણમાં જ અટકી ગયું છે. બંગાળની ખાડીમાં કેટલીક ગતિવિધિઓ થઇ રહી હોવાને કારણે, આગામી બે થી ત્રણ દિવસમાં હવામાનમાં ફેરફાર થવાની ધારણા છે. ચોમાસું 25થી 26 જૂનની વચ્ચે મુંબઈ પહોંચી શકે છે.

ચોમાસાને આવવામાં મોડું થવાને કારણે, મુંબઈવાસીઓ ગરમી અને ભેજવાળા વાતાવરણનો સામનો કરી રહ્યા છે. શનિવારે મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આકારા તડકાને કારણે, દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો તફાવત ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો છે.

Mumbai-Rain
navbharattimes.indiatimes.com

જોકે વરસાદમાં ભલે થોડું મોડું થયું છે, પરંતુ શનિવારે મુંબઈ અને MMR પ્રદેશના ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. કોલાબામાં 2 mm વરસાદ નોંધાયો હતો અને વસઈ-વિરાર વિસ્તારમાં પણ શનિવારે સવારે વરસાદ પડ્યો હતો.

અલ નીનોની અસર અંગે ચિંતા વચ્ચે, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે શનિવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, પાણી સંબંધિત પડકારો સહિત કોઈપણ નવા પડકારોનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. પાણીની વ્યવસ્થા અંગે, ગોયલે જણાવ્યું હતું કે સરકાર તૈયાર છે અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે ખાતરી આપી હતી કે, જો પાણીની કટોકટી ઊભી થાય છે, તો તેને ઉકેલવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

Mumbai-Lakes-Water
navbharattimes.indiatimes.com

IMDએ એક નવું હવામાન અપડેટ જાહેર કર્યું છે. જો કે મુંબઈમાં ચોમાસુ આવવાની સામાન્ય તારીખ 11 જૂન હોવા છતાં, વરસાદ લાવવાવાળી સિસ્ટમ અટકી ગઈ છે અને પ્રદેશમાં અપેક્ષા મુજબ પ્રગતિ કરી નથી. ચોમાસુ આવવાને મોડું થવાને કારણે જૂન મહિનો અસામાન્ય રીતે સૂકો રહ્યો છે, જેના કારણે લોકોને લાંબા સમય સુધી ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસુ હવે આવતા અઠવાડિયે આવવાની ધારણા છે.

મુંબઈના તળાવોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 9 ટકા થઈ ગયો છે, જેના કારણે દબાણ વધી રહ્યું છે. જો કે, અપેક્ષિત વરસાદથી રાહત મળી શકે છે, પરંતુ ચોમાસામાં વિલંબથી મુંબઈની જળ સુરક્ષા પર પહેલાથી જ દબાણ આવ્યું છે. શહેર તેના દૈનિક પીવાના પાણી પુરવઠા માટે 7 મુખ્ય તળાવો પર આધાર રાખે છે, અને આ તળાવોમાં સંયુક્ત પાણીનો જથ્થો ઘટીને તેમની કુલ ક્ષમતાના માત્ર 9 ટકા જેટલો જ રહ્યો છે, જે આશરે 1.30 લાખ મિલિયન લિટર જેટલો છે. આ પરિસ્થિતિ ગયા વર્ષના આ જ સમય કરતાં ઘણી ખરાબ છે, જ્યારે તળાવોના સ્તર તેમની ક્ષમતાના આશરે 25 ટકા જેટલા હતા. તેનાથી અત્યાર સુધીના વિલંબિત અને નબળા ચોમાસાની અસર ખબર પડે છે.

Mumbai-Rain1
navbharattimes.indiatimes.com

આગામી કેટલાક અઠવાડિયા સુધી મુંબઈમાં પાણી કાપ ચાલુ રહેશે. તળાવોમાં પાણીના ઘટતા સ્તરને કારણે, શહેરમાં પાણી બચાવવાના પગલાં શરૂ કરવામાં આવ્યા છે. જોકે, મ્યુનિસિપલ અધિકારીઓ કહે છે કે, તળાવોમાં પાણી, રાજ્ય સરકાર તરફથી અનામત પાણી અને માંગ નિયંત્રણના કરેલા ઉપાયોને કારણે ઓગસ્ટના મધ્ય સુધીમાં મુંબઈની જરૂરિયાતો પુરી થઇ જવી જોઈએ. આનાથી જળ સંકટમાંથી તાત્કાલિક કામચલાઉ રાહત તો મળે છે, પરંતુ આવનારા અઠવાડિયાઓ ખુબ જ મહત્વપૂર્ણ છે. મુંબઈના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસાદ જળાશયોને ફરીથી ભરવા અને શહેરની પાણીની સ્થિતિ સુધારવા માટે જરૂરી છે. કેટલાક વિસ્તારોમાં, અઠવાડિયામાં 2 દિવસ પાણી કાપ લાગુ કરવામાં આવી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં, અઠવાડિયામાં 3 દિવસ પાણી કાપ લાગુ કરવામાં આવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર; સદી ફટકારનાર યશસ્વી બહાર, રાણાને ફરી ચાન્સ...

21 જૂન, રવિવારના રોજ ઇંગ્લેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ...
Sports 
ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર; સદી ફટકારનાર યશસ્વી બહાર, રાણાને ફરી ચાન્સ...

સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો અને બેંકો દ્વારા રાખવામાં આવેલા નાણાંમાં 8 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે સ્વિસ સેન્ટ્રલ બેંક દ્વારા...
World 
સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના ઉત્તરાધિકારી અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, કંપનીમાં દૈનિક મેનેજમેન્ટ ટ્રાન્સફર લગભગ...
Business 
રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

શિંદે સેનામાં જોડાનારા બળવાખોર સાંસદે ઉદ્ધવ ઠાકરેને છોડવાનું કારણ જણાવ્યું, કહ્યું- વિકાસ ફંડ પણ નહોતું મળતું

શિવસેના (UBT) ના બળવાખોર સાંસદ નાગેશ પાટીલ આષ્ટીકરે રવિવારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવાની પુષ્ટિ કરી દીધી છે....
Politics 
શિંદે સેનામાં જોડાનારા બળવાખોર સાંસદે ઉદ્ધવ ઠાકરેને છોડવાનું કારણ જણાવ્યું, કહ્યું- વિકાસ ફંડ પણ નહોતું મળતું
Copyright (c) Khabarchhe All Rights Reserved.