ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય કેમ અને કેવી રીતે થયો?ખડગેએ સમિતિની રચના કરી

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણીમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, સ્થિતિ એવી છે કે હવે પાર્ટીની સરકાર માત્ર કેટલાક ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં જ બચી છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને હવે વિચારણા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ માટે એક સમિતિની રચના કરી છે, જે તેમને ગુજરાતમાં પાર્ટીની હાર પાછળના મુખ્ય કારણોનો રિપોર્ટ સોંપશે.

મલ્લિકાર્જુન ખડગે દ્વારા ત્રણ સભ્યોની ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિનું કામ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ખામીઓને લેખિતમાં સ્પીકરને સોંપવાનું રહેશે. આ રિપોર્ટ આગામી બે સપ્તાહમાં પાર્ટી અધ્યક્ષ ખડગેને સોંપવામાં આવશે.

પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રચાયેલી સમિતિનું નેતૃત્વ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી નીતિન રાઉત કરશે. બિહાર વિધાનસભાના સભ્ય શકીલ અહેમદ ખાન અને સાંસદ સપ્તગીરી ઉલ્કાને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ કમિટી બે અઠવાડિયામાં ખડગેને પોતાનો રિપોર્ટ સોંપશે.

ગયા મહિને થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, 182 સભ્યોની વિધાનસભામાં માત્ર 17 બેઠકો જ જીતી હતી. અગાઉ 1990ની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સૌથી નીચું ગયું હતું. ત્યારે પાર્ટીને માત્ર 33 સીટો મળી હતી. 2002ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 50 બેઠકો મળી હતી, જ્યારે 2007માં તેને 59 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બીજી તરફ BJP એ 156 બેઠકો મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. જ્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસે BJPને જોરદાર ટક્કર આપી હતી. આ વખતે કોંગ્રેસના મોટા નેતાઓ પણ ગુજરાતથી દૂર રહ્યા, રાહુલ ગાંધી આ દરમિયાન ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા. જે બાદ વિપક્ષી દળોએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસે આત્મસમર્પણ કર્યું છે. જ્યારે, આમ આદમી પાર્ટી (AAP) પણ ચૂંટણીમાં મેદાનમાં ઉતરી હતી, જેણે પાંચ બેઠકો જીતી હતી.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Politics 
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.