જંતર-મંતર પ્રદર્શન સ્થળની લિસ્ટમાંથી કેમ હટાવ્યું? સુપ્રીમ કોર્ટ સરકારને પૂછ્યું

સુપ્રીમ કોર્ટે ગુરુવારે જંતર-મંતરને વિરોધ પ્રદર્શન માટે નિર્ધારિત સ્થળ તરીકે હટાવવાના પડકાર સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પાસે જવાબ માંગ્યો છે. કોર્ટ જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના અધિકૃત સ્થળ તરીકે ડાઉનૉટિફિકેશન (de-notification) કરવાના મામલે સુનાવણી કરી રહી હતી.

આ અરજી પર સુનાવણી દરમિયાન પૂર્વ ન્યાયાધીશ અને વરિષ્ઠ વકીલ મુક્તા ગુપ્તાએ દલીલ કરી હતી કે વિરોધ પ્રદર્શનનું સ્થળ એવું હોવું જોઈએ જ્યાં પ્રદર્શનકારીઓનો અવાજ સત્તામાં બેઠેલા લોકો સુધી સાંભળી શકાય. આના પર ન્યાયાધીશ જ્યોયમલ્યા બાગચીએ મૌખિક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, સાંભળવા' શબ્દને ટેક્નોલોજીના દ્રષ્ટિકોણથી પણ સમજવો જોઈએ.

jantar1

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ભારતના ચૂંટણી પંચ (ECI) અને અન્ય પક્ષોને પણ નોટિસ મોકલી છે. કોર્ટે ચૂંટણી એજન્સી, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી પાસેથી આ અરજી પર જવાબ માંગ્યો છે.

કોર્ટે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં કથિત અનિયમિતતાઓને લઈને સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કાઢવાના વિરોધમાં દાખલ થયેલી અરજી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને અન્ય નેતાઓને પણ નોટિસ ફટકારી છે.

delhi-police

ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) ની કામ કરવાની પદ્ધતિને પડકારનાર 13 અરજદારોમાંથી એકના વર્તન સામે કોર્ટે ભારે નારાજગી અને સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

About The Author

Related Posts

Top News

WhatsApp Webના યુઝર્સની વધી ચિંતા! ગૃહ મંત્રાલયે જારી કરી ચેતવણી, આ ભૂલ ન કરતા

જો તમે તમારા ઓફિસ કે કાફે ડિવાઇસ પર WhatsApp Webનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઇ જજો. આજના...
Tech and Auto 
WhatsApp Webના યુઝર્સની વધી ચિંતા! ગૃહ મંત્રાલયે જારી કરી ચેતવણી, આ ભૂલ ન કરતા

કરિયાવરમાં બ્રેઝા કાર ન મળતા જાન પાછી લઈ જનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

હરિયાણાના સોનીપત જિલ્લામાં કરિયાવરની માંગણીને લગતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ કરિયાવરમાં બ્રેઝા કારની માંગણી કરી હતી...
National 
કરિયાવરમાં બ્રેઝા કાર ન મળતા જાન પાછી લઈ જનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

પંજાબમાં ભાજપ અને અકાલી દળનું ફરી ગઠબંધન થઇ ગયું, ચૂંટણી પર શું અસર પડશે?

શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધન અંગે ચાલી રહેલી ચર્ચાઓ આખરે મંગળવારે હકીકતમાં...
Politics 
પંજાબમાં ભાજપ અને અકાલી દળનું ફરી ગઠબંધન થઇ ગયું, ચૂંટણી પર શું અસર પડશે?

BJP અને શિરોમણી અકાલી દળે આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ફરી એકવાર સાથે

BJP અને શિરોમણી અકાલી દળે આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ફરી એકવાર એકતા સાધી છે. બંને પક્ષો વચ્ચે ગઠબંધન નક્કી...
National 
BJP અને શિરોમણી અકાલી દળે આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ફરી એકવાર સાથે
Copyright (c) Khabarchhe All Rights Reserved.