‘કાર્ડ છપાવાયા, બેન્ડ-વાજા સાથે જાન પણ નીકળી અને પછી...’, દેડકા-દેડકીના લગ્ન શા કરાવાય છે?

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ લોક માન્યતાઓ અને પરંપરાઓ સદીઓ પહેલા જેટલી જ જીવંત છે. આવી લોક આસ્થાનું એક અનોખું ઉદાહરણ છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાંથી સામે આવ્યું છે, જ્યાં પૂરતા વરસાદના અભાવે ચિંતિત ખેડૂતોએ સારા પાક અને દુષ્કાળમાંથી મુક્તિ માટે રીતસરના બેન્ડ-વાજા સાથે નર અને માદા દેડકા વચ્ચે લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા. આ અનોખા લગ્ન વચ્ચે, ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી છે. લગભગ ત્રણ દિવસના વિરામ પછી, છત્તીસગઢમાં ચોમાસું ફરીથી સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. આગાહી મુજબ આગામી ચાર દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પરંપરાગત લગ્ન સૂરજપુર જિલ્લાના પ્રતાપપુર વિકાસ બ્લોકના ખૂંશી વિસ્તારમાં યોજવામાં આવ્યા હતા. ગ્રામજનોના મતે, આ ફક્ત પ્રતિકાત્મક ઔપચારિકતા નહોતી; તે વાસ્તવિક લગ્નની જેમ જ મનાવવામાં આવ્યા. લગ્ન માટે પડોશી ગામોમાં ઔપચારિક આમંત્રણ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે, બેન્ડ-વાજા અને પરંપરાગત લોકગીતો સાથે એક ભવ્ય જાન કાઢવામાં આવી હતી. ત્યારબાદ, હિન્દુ રીતરિવાજો અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દેડકા-દેડકીના ફેરા લાવડાવવામાં આવ્યા હતા.

marriage1
instagram.com/kpnewscg

આયોજક સમિતિના સભ્ય રામનાથ સિંહે જણાવ્યું કે જ્યારે પણ પ્રદેશમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આ પ્રાચીન પરંપરાનું પાલન કરવામાં આવે છે. ગ્રામજનોની અટલ વિશ્વાસ છે કે દેડકાઓના લગ્ન વરસાદના દેવતા ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કરે છે. લગ્ન સંપન્ન થયા પછી, એક ખાસ પૂજા કરવામાં આવી હતી, અને સમગ્ર વિસ્તાર માટે સામુદાયિક ભોજન (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું હતું.

હવામાન વિભાગના તાજેતરના ડેટા અનુસાર, છત્તીસગઢમાં આ સીઝનમાં અપેક્ષા કરતા થોડો ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 1 જૂનથી 8 જુલાઈ દરમિયાન સરેરાશ 239.2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 286.7 મિલીમીટર વરસાદ પડવો જોઈતો હતો; આ હિસાબે, અત્યાર સુધી નોંધાયેલો વરસાદ સામાન્ય કરતા 17 ટકા ઓછો છે.

rain
deccanchronicle.com

હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. આ ઉપરાંત, ઉત્તર છત્તીસગઢમાં એક કે બે સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવા અંગે ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે આજે રાજ્યભરમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. રાજધાની રાયપુરમાં, મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જેમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

અગાઉ 4,5 અને 6 જુલાઈના રોજ પડેલા મુશળધાર વરસાદને કારણે રાયપુર, દુર્ગ, ભિલાઈ, ધમતરી અને ગારિયાબંધના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે નદીઓ છલકાઈ ગઈ હતી. ઘણી રહેણાંક વસાહતોમાં પાણી ભરાવાની સમસ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ચાર દિવસ સુધી સતત વરસાદ પડવાથી આ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ફરી એકવાર વધુ ગંભીર રૂપ લઇ શકે છે.

About The Author

Top News

BSNLએ iPhone કરતા પણ મોંઘો ફોન લોન્ચ કર્યો, જેની કિંમત છે 1,34,166; જાણો શું ખાસ છે આ ફોનમાં?

શું તમે કલ્પના કરી શકો છો કે આજના ડિજિટલ યુગમાં, એક ફોન રૂ. 1.34 લાખથી વધુ કિંમતનો હોઈ શકે...
Tech and Auto 
BSNLએ iPhone કરતા પણ મોંઘો ફોન લોન્ચ કર્યો, જેની કિંમત છે 1,34,166; જાણો શું ખાસ છે આ ફોનમાં?

ડાયાબિટીસના દર્દીઓ માટે લોન્ચ થયું અઠવાડિયે એક જ વાર લેવાનું ઇન્સ્યુલિન, સસ્તું પણ છે

ડેનમાર્કની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની Novo Nordisk દ્વારા બુધવારે ભારતમાં એક ક્રાંતિકારી દવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કંપનીએ Awiqli અથવા insulin...
National 
ડાયાબિટીસના દર્દીઓ માટે લોન્ચ થયું અઠવાડિયે એક જ વાર લેવાનું ઇન્સ્યુલિન, સસ્તું પણ છે

સુરત ખાડી પૂર: DyCM હર્ષ સંઘવીની રોકડ સહાયની જાહેરાત, ઘરે જઈ-જઈને 6800 રોકડ સહાય આપી

સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ગત 7 જુલાઈએ સર્જાયેલી ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી...
Gujarat 
સુરત ખાડી પૂર: DyCM હર્ષ સંઘવીની રોકડ સહાયની જાહેરાત, ઘરે જઈ-જઈને 6800 રોકડ સહાય આપી

‘કાર્ડ છપાવાયા, બેન્ડ-વાજા સાથે જાન પણ નીકળી અને પછી...’, દેડકા-દેડકીના લગ્ન શા કરાવાય છે?

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ લોક માન્યતાઓ અને પરંપરાઓ સદીઓ પહેલા જેટલી જ જીવંત છે. આવી લોક આસ્થાનું એક અનોખું...
National 
‘કાર્ડ છપાવાયા, બેન્ડ-વાજા સાથે જાન પણ નીકળી અને પછી...’, દેડકા-દેડકીના લગ્ન શા કરાવાય છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.