પતિ સુરતમાં રહીને કરતો હતો મજૂરી, મહિલા કેશ અને ઘરેણાં લઈને પ્રેમી સાથે ભાગી ગઈ

ઉત્તર પ્રદેશના બાંદામાં એક મહિલા પોતાન 2 વર્ષના બાળકને છોડીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનો પ્રેમી સંબંધમાં તેનો ભાઈ લાગે છે, પરંતુ અફેરમાં એવું પગલું ઉઠાવી લીધું. આ ઘટનાની ફરિયાદ મહિલાના પતિએ પોલીસને કરી છે. પોલીસે કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના બબેરૂ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ વિસ્તારમાં રહેનારા વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન 4 વર્ષ અગાઉ થયા હતા.

પીડિત યુવકે જણાવ્યું કે, તે સુરતમાં રહીને મજૂરી કરતો હતો, જ્યારે પત્ની ગામમાં રહીને બાળકોને ભણાવતી હતી. ગામમાં પત્નીને ખર્ચ પણ હું મોકલતો હતો, જેથી વૃદ્ધ માતા-પિતાની દેખરેખ પણ થતી હતી. પત્નીના પિયરથી એક વ્યક્તિ ઘરે આવતો જતો રહેતો હતો. પત્ની તેની સાથે જ જતી રહી છે. ઘરમાં 2 વર્ષના બાળકને છોડી ગઈ. તે પોતાની સાથે ઘરેણાં અને 50 હજાર રૂપિયા પણ લઈ ગઈ છે. પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં મહિલાના પતિએ કહ્યું કે, તે સુરતમાં રહીને મજૂરી કરતો હતો.

પીડિત યુવકે કહ્યું કે, જ્યારે જાણકારી મળી તો તે પરત ફર્યો અને પત્નીની શોધખોળ શરૂ કરી, પરંતુ કોઈ જાણકારી ન મળી. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને મહિલાની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટનાને લઈને SHO પંકજ સિંહનું કહેવું છે કે પીડિત યુવકની ફરિયાદના આધાર પર કેસ નોંધી લેવામાં આવ્યો છે. સર્વિલાન્સના માધ્યમથી ટ્રેસ કરીને જલદી જ જપ્તીના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આરોપીને પકડ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગયા મહિને આવી જ હળતી-મળતી ઘટના સામે આવી હતી. ઉત્તર પ્રદેશના બાંદાની જ એ ઘટના હતી. અહી એક યુવકના લગ્ન 6 મહિના અગાઉ થયા હતા. પતિ પત્નીને શોપિંગ કરાવવા માટે બજાર લઈ ગયો હતો. આ દરમિયાન પતિ મેડિકલ સ્ટોરથી દવા લઈ રહ્યો હતો, ત્યારે એક યુવક તેની પત્નીને પોતાની સાથે ભાગવી લઈ ગયો. યુવકનો આરોપ હતો કે પત્ની ઘરના ઘરેણાં પણ લઈને ફરાર થઈ ગઈ, એટલું જ નહીં હેરાન પરેશાન પતિ જ્યારે આરોપીના ઘરે પહોંચ્યો તો આરોપી યુવકે પતિને જીવથી મારી નાખવાની ધમકી આપી નાખી હતી.

About The Author

Top News

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-04-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. તમે તમારા અટકેલા કામને સંભાળી લેશો અને તેને જ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.