- Astro and Religion
- વૈશાખ મહિનામાં ન લગાવો તેલ, જાણો અન્ય કયા કામ પણ વર્જિત છે વૈશાખ મહિનામાં
વૈશાખ મહિનામાં ન લગાવો તેલ, જાણો અન્ય કયા કામ પણ વર્જિત છે વૈશાખ મહિનામાં

પુરાણો અને શાસ્ત્રોમાં દરેક મહિનાનું અલગ અલગ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. પુરાણોમાં જણાવાયું છે કે, વૈશાખ મહિનામાં જે વ્યક્તિ સૂર્યોદય પહેલા સ્નાન કરી લે છે અને પૂજા અર્ચના કરે છે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોય છે. આ વર્ષે વૈશાખ મહિનો 16 એપ્રિલથી શરૂ થાય છે અને 15 મેએ પૂરો થશે. વૈશાખના દેવતા મધુસુદન ગણાય છે.
સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાનું મહત્ત્વ:
સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે, મહીરથ નામના રાજાએ માત્ર વૈશાખ સ્નાનથી જ વૈકુંછધામ પ્રાપ્ત કરી લીધું હતું. આ મહિનાનું વ્રત કરનારે રોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ. જો શક્ય થાય તો નદી, તળાવ, કૂવા કે જળાશયોમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યાં બાદ ભગવાન સૂર્યને જળ ચઢાવવું જોઈએ. સૂર્યને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ.
વૈશાખે મેષગે ભાનૌ પ્રાતઃ સ્નાનપરાયણઃ
અર્ધ્ય તેહં પ્રદાસ્યામિ ગૃહાણ મધુસુદન...
આ મહિનામાં શું કરવું અને શું ન કરવું:
- આ મહિનામાં તેલ લગાવવું, દિવસે ઊંઘવું, કાંસાના વાસણમાં જમવું, બે વાર ભોજન કરવું, રાત્રે જાગવું વગેરે વર્જિત છે.
- ફળો અને અનાજનું દાન કરવું જોઈએ.
- વૈશાખ મહિનામાં જળદાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં પાણીની પરબ બાંધવી તે સૌથી શ્રેષ્ઠ છે.
- વ્રત કરનારે આખો મહિનો એકટાણું કરવું જોઈએ.
- વૈશાખ વ્રતનો મહિમા સાંભળવો જોઈએ.
- 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.
Top News
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
Opinion
