- Business
- અદાણી રૂ. 27,000 કરોડ લઈને આ કંપની ખરીદવા નીકળ્યા, રેસમાં છે ઘણી મોટી કંપનીઓ!
અદાણી રૂ. 27,000 કરોડ લઈને આ કંપની ખરીદવા નીકળ્યા, રેસમાં છે ઘણી મોટી કંપનીઓ!

ગૌતમ અદાણીની પાવર કંપની તેના બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. અદાણી પાવરે એક કંપની ખરીદવા માટે બોલી લગાવી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ અદાણી પાવરે KSK મહાનદી પાવર માટે રૂ. 27,000 કરોડની બિડ કરી છે. આ કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે, જેની ઉત્પાદન ક્ષમતા 1800 મેગાવોટ છે.
અદાણી સિવાય આ કંપની માટે સરકારી કંપનીઓથી લઈને ખાનગી કંપનીઓ સુધીની અન્ય ઘણી કંપનીઓએ બિડ સબમિટ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો અદાણીની બોલી ટોચ પર રહેશે તો કંપનીના દેવાદારોના 92 ટકા પૈસા આ રકમમાંથી વસૂલ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કંપની પર 32,240 કરોડ રૂપિયાનું દેવું છે.
અદાણી સહિત કુલ 10 કંપનીઓ પાવર કંપની ખરીદવાની હોડમાં છે અને બિડ સબમિટ કરી છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ, અદાણી પાવર ઉપરાંત, આ યાદીમાં કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ, કોલ ઈન્ડિયા, NTPC, વેદાંત, JSW એનર્જી, નવીન જિંદાલની માલિકીની જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, આઈલેબ ઈન્ડિયા સ્પેશિયલ ફંડ, રશ્મિ મેટાલિક્સ અને શ્રીશા હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે.
આ વર્ષે એવા સમાચાર આવ્યા હતા કે NTPC છત્તીસગઢની KSK મહાનદી પાવર કંપનીને ખરીદવાની રેસમાં સામેલ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન, સરકારી કંપનીએ તેનું મૂલ્ય 5000 કરોડ રૂપિયા નક્કી કર્યું હતું. આવી સ્થિતિમાં, અદાણી પાવરે આ કંપનીના વેલ્યુએશન કરતાં 5 ગણા વધુ બિડ રજૂ કરી છે. જોકે NTPCની બિડ હજુ બહાર આવી નથી.
અહીં તમને જણાવી દઈએ કે, KSK મહાનદી પાવર છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં છે. KSK મહાનદી એપ્રિલ 2022થી કોર્પોરેટ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. કંપની માર્ચ 2018માં ડિફોલ્ટ થઈ હતી. ત્યારે આ કંપની પર 21,760 કરોડનું દેવું હતું. શુક્રવારે અદાણી પાવરનો શેર 1.54 ટકા ઘટીને રૂ. 726.40 થયો હતો. KSK મહાનદી 40 GWને માર્ચ 2018માં વિશેષ સંસદીય પેનલ દ્વારા નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે ઓળખવામાં આવી હતી.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)