‘હવે જે વર્ષે કમાણી, એજ વર્ષે ટેક્સ’, નાના વેપારીઓ અને નોકરિયાતો માટે મોટો બદલાવ

દેશની ટેક્સ સિસ્ટમમાં છેલ્લા ઘણા દાયકા બાદ મોટો ફેરફાર થવા જઈ રહ્યા છે. સોમવારે લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ થવાનું હતું, પરંતુ હોબાળાને કારણે રજૂ થઈ શક્યું નહીં. નવું આવકવેરા બિલ 1961થી ચાલી રહેલા જૂના આવકવેરા કાયદાને પૂરી રીતે બદલી નાખશે. તેનાથી કર ચૂકવતા દરેક વ્યક્તિ પર અસર થશે, પછી ભલે તે પગારદાર વ્યક્તિ હોય, નાના વેપારી હોય કે ફ્રીલાન્સર હોય.

આ નવા કાયદાની વિશેષતા શું છે?

સરકારનો દાવો છે કે નવો કાયદો નાનો, સરળ અને સીધો છે. જૂના કાયદામાં જ્યાં 819 કલમો અને 47 અધ્યાય હતા, તો નવા ડ્રાફ્ટમાં તેને ઘટાડીને 536 કલમો અને 23 અધ્યાય કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, કાયદાની પરિભાષા પણ અડધી કરી દેવામાં આવી છે. હવે તેને વાંચવામાં અને સમજવામાં સરળતા રહેશે. સરળ ભાષામાં 57 કોષ્ટકો જોડવામાં આવ્યા છે જે પહેલા માત્ર 18 હતા. તેનો હેતુ છે ઓછી મૂંઝવણ, ઓછા કેસ અને વધુ સ્પષ્ટતા.

income tax
ndtv.com

અત્યાર સુધી આપણી જે સામાન્ય સમજ હતી તે મુજબ આપણે આ વર્ષની આવક પર આવતા વર્ષે ટેક્સ ભરવાનો છે, જે હવે બદલાઈ જશે. નવો કાયદો કહે છે કે, જે વર્ષે તમે કમાણી કરશો, એજ વર્ષે તેના પર ઇનકમ ટેક્સ ચૂકવવો પડશે એટલે કે, 'આકારણી વર્ષ' અને 'પાછલું વર્ષ' જેવી પરિભાષા દૂર કરવામાં આવી રહી છે અને માત્ર એક જ સરળ શબ્દ 'કર વર્ષ' લાવવામાં આવી રહ્યું છે.

શા માટે જરૂરી છે આ બદલાવ?

જૂના કાયદામાં 1,200થી વધુ જોગવાઈઓ અને 900 સ્પષ્ટિકરણ હતા, જેના કારણે દરેક ટેક્સપેયર મૂંઝવણમાં મુકાઇ જતા હતા. તેની સાથે જોડાયેલી ઘણી કાયદાકીય લડાઈઓ પણ ચાલતી રહી. સરકાર ઇચ્છે છે કે આ નવો કાયદો આ મૂંઝવણનો અંત લાવે અને સામાન્ય માણસ માટે ટેક્સ ચૂકવવાનું સરળ થઈ જાય.

કોને-કોને થશે સીધો ફાયદો?

નોકરી-વ્યવસાયવાળા લોકો: ટેક્સ કેલ્ક્યૂલેશન અને ફાઇલિંગ હવે સરળ થશે.

વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ: TDS અને TCS જેવા નિયમો વધુ સ્પષ્ટ થશે.

NGO અને ચેરિટેબલ ટ્રસ્ટ: તેમના માટે પણ સ્પષ્ટ દિશા-નિર્દેશ નક્કી કરવામાં આવ્યા છે.

income-tax2
financialexpress.com

હવે આગળ શું થશે?

21 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન, આ બિલ પર સંસદમાં ચર્ચા કરવામાં આવશે અને સૂચનો જોડી શકાય છે. જો તે કાયદો બને છે તો તેને ભારતની ટેક્સ વ્યવસ્થામાં સૌથી મોટો સુધારો માનવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આ નવો કાયદો ઈમાનદાર કરદાતાઓ માટે રાહત લાવશે અને દેશમાં ટેક્સ વ્યવસ્થાને વધુ પારદર્શી અને ભરોસાપાત્ર બનાવશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.