- Business
- એક વર્ષમાં 1 લાખના બની ગયા 11 લાખ, મલ્ટીબેગર નીકળ્યા આ શેર!
એક વર્ષમાં 1 લાખના બની ગયા 11 લાખ, મલ્ટીબેગર નીકળ્યા આ શેર!

ઓલેક્ટ્રા ગ્રીનટેક(Olectra Greentech)ના શેરે એક વર્ષમાં 10 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. ઓલેક્ટ્રા ગ્રીનટેકના સ્ટોક છેલ્લા એક વર્ષમાં 62.55 રૂપિયાથી વધીને 710 રૂપિયા પર પહોંચી ગયા છે. ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેર 11 નવેમ્બર 2020ના રોજ 62.55 રૂપિયા પર બંધ થયા હતા જે બરાબર એક વર્ષ બાદ 11 નવેમ્બર 2021ના રોજ 716 રૂપિયા પર બંધ થયા. આ દરમિયાન શેરમાં 1045 ટકાનો વધારો નોંધવામાં આવ્યો એટલે કે એક વર્ષ પહેલા ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં રોકાણ કરવામાં આવેલા 1 લાખ રૂપિયાની રકમ આજે 11.45 લાખ રૂપિયા થઈ જાય છે.
તેની તુલના ઇંડેક્સથી કરીએ તો છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ 37.30 ટકા વધ્યો છે. ભારત સરકારની FAME-II યોજના હેઠળ રાજ્ય પરિવહન નિગમોથી 100 ઇલેક્ટ્રિક બસોના પૂરવઠા માટે ફર્મને 250 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યા બાદ છેલ્લા બે દિવસોમાં શેરમાં 9.88 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઓલેક્ટ્રા ગ્રીનટેક એક લિસ્ટેડ કંપની છે જે ઇલેક્ટ્રિક બસો બનાવવા સિવાય ડેટા વિશ્લેષણ અને IT કન્સલ્ટિંગની સેવા આપે છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરોમાં 426 ટકા અને એક મહિનામાં 36 ટકાની તેજી આવી છે.
એક અઠવાડિયામાં શેર 13.26 ટકા વધી ગયા છે. સપ્ટેમ્બર ત્રિમાસિકના અંત સુધી ઓલેક્ટ્રા ગ્રીનટેકમાં પ્રમોટરોની ભાગીદારી 51.74 ટકા હતી અને સાર્વજનિક શેર ધારકો પાસે 48.26 ટકાની ભાગીદારી હતી. એટલું જ નહીં ફર્મના શેરે છેલ્લા એક વર્ષમાં પોતાના પ્રતિસ્પર્ધીઓથી શાનદાર પ્રદર્શન કર્યું છે. છેલ્લા એક વર્ષમાં સેન્ટ્રમ ઇલેક્ટ્રોનના શેર 107 ટકા વધ્યા છે તો હિન્દુસ્તાન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં આ દરમિયાન 461 ટકાની તેજી આવી છે જ્યારે સ્વેલેક્ટ એનર્જીના શેર એક વર્ષમાં 101 ટકા ભાગ્યા.
દરેક ત્રિમાસિક આધાર પર શુદ્ધ નફો જૂન ત્રિમાસિક 1.32 કરોડ રૂપિયાથી 172 ટકા વધ્યો. જૂન ત્રિમાસિકમાં વેચાણ 42.27 કરોડ રૂપિયાથી 69 ટકા વધી ગયું. જોકે ફર્મે માર્ચ 2020ના નાણાકીય વર્ષમાં 13.53 કરોડની તુલનામાં 2021ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષ માટે શુદ્ધ નફો 40.28 ટકાના ઘટાડા સાથે 8.08 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, માર્ચ 2021મા વેચાણ 40.33 ટકા વધીને 281.38 કરોડ રૂપિયા થઈ ગયું જે ગત નાણાકીય વર્ષમાં 200.52 કરોડ રૂપિયામાં વેચાયા હતું.
ઓલેક્ટ્રા ગ્રીનટેક ઇલેક્ટ્રિક બસ, કંપોઝિટ ઇન્સુલેટ, અનાકાર કોર-ડિસ્ટ્રિબ્યુશન, ટ્રાન્સફોર્મર, ડેટા વિશ્લેષણ અને IT પરામર્શના મુખ્ય હિતો સાથે એક સાર્વજનિક લિસ્ટેડ કંપની છે. ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસ મુવિંગ એવરેજથી ઉપર બિઝનેસ કરી રહ્યા છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
Opinion
