- Business
- Eternalના શેર 15 ટકા ભાગ્યા, જૂન ત્રિમાસિકના પરિણામો બાદ રોકેટ થયો આ સ્ટોક
Eternalના શેર 15 ટકા ભાગ્યા, જૂન ત્રિમાસિકના પરિણામો બાદ રોકેટ થયો આ સ્ટોક
મંગળવારે ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની Eternalના શેરોમાં લગભગ 15 ટકાનો ઉછાળો આવ્યો. Eternal, જે Zomato અને Blinkit જેવી બ્રાન્ડ્સની ઓનર છે. તેણે જૂન ક્વાર્ટરમાં શાનદાર પરિણામો હાંસલ કર્યા છે. PTIના રિપોર્ટ અનુસાર, BSE પર કંપનીનો શેર 14.89 ટકા વધીને 311.60 રૂપિયા થયો, જે તેના 52 વીક હાઇ લેવલ પર છે. તો NSE પર તે 14.55 ટકાના વધારા સાથે 311.25ના 52 વીક હાઇ લેવલ પર બંધ થયો હતો.
સમાચાર અનુસાર, અગાઉ સોમવારે પણ, Eternalના શેરમાં લગભગ 6 ટકાનો ઉછાળો આવ્યો હતો. મંગળવારે, આ શેર સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી મોટો ગેઇનર તરીકે ઉભરી આવ્યા. JAM ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝ લિમિટેડના રિપોર્ટ મુજબ, Eternalએ Blinkitના પ્રદર્શનથી ફરી સકારાત્મક રીતે આશ્ચર્યચકિત કર્યા છે. જોકે, આ વખતે કંપનીના મેનેજમેન્ટના નિવેદનથી આશ્ચર્ય થયું, જે નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ સતર્ક ટોનથી તદ્દન અલગ હતું.
સોમવારે Eternalએ જૂન ક્વાર્ટરમાં 25 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના આ સમયગાળામાં 253 કરોડ રૂપિયા હતો. આ ઘટાડો ક્વીક કોમર્સ અને બાહ્ય ફૂડના વ્યવસાયમાં ચાલુ રોકાણોને કારણે આવ્યો છે. કંપનીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ ક્વાર્ટરના પરિણામો ગયા વર્ષના સમાન ત્રિમાસિકની તુલના યોગી નથી, કારણ કે ઓગસ્ટ 2024માં, Eternalએ ઓર્બજેન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને વેસ્ટલેન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનું અધિગ્રહણ કર્યું છે, જે ક્રમશઃ 'મૂવી ટિકિટિંગ' અને 'ઇવેન્ટ્સ' વ્યવસાયમાં સાથે જોડાયેલી કંપનીઓ છે.
આ અધિગ્રહણ One 97 Communications Limited (Paytmની પેરેન્ટ કંપની) પાસેથી કરવામાં આવ્યું હતું. આ ક્વાર્ટરમાં Eternalની ઓપરેટિંગ આવક 7167 કરોડ રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 4,206 કરોડ રૂપિયાથી ખૂબ વધારે છે. કંપનીએ એમ પણ જણાવ્યું કે પહેલી વખત તેના ક્વિક કોમર્સ નેટ ઓર્ડર વેલ્યૂએ આખા ક્વાર્ટરમાં ફૂડ ડિલિવરીના નેટ ઓર્ડર વેલ્યૂને પાછળ છોડી દીધું છે.

