રતન ટાટા બાદ કોણ ચલાવે છે ટાટાની 100થી વધારે કંપની? જાણો

ટાટાનું નામ ઘરની રસોઇથી લઇને આકાશમાં મુસાફરી સુધી, દરેક જગ્યા પર લેવામાં આવે છે. મીઠું, મસાલા, ચા, કોફી, ઘડિયાળ, જ્વેલરી કે પછી લક્ઝરી કાર, બસ, ટ્રક અને એરો પ્લેનની સફર ટાટા ગ્રુપનો કારોબાર દરેક ક્ષેત્રમાં ફેલાયેલો છે. દેશમાં આ 157 વર્ષ જુના ગ્રુપની 17 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે.

આઝાદીના ઘણા સમય પહેલા વર્ષ 1868માં એક ટ્રેડિંગ ફર્મથી શરૂ થયેલું ટાટા ગ્રુપ દેશના કુલ GDPનું લગભગ 2 ટકા ભાગીદાર છે. નાણાંકીય વર્ષ 2022માં ટાટા ગ્રુપનું કુલ માર્કેટ કેપ લગભગ 240 અબજ ડોલર કે લગભગ 21 ટ્રિલિયન રૂપિયા છે. રેવન્યુની વાત કરીએ તો નાણાંકીય વર્ષ 2022માં એ લગભગ 128 અબજ ડોલર છે. જમશેતજી ટાટા દ્વારા ઉભું કરવામાં આવેલા આ વિશાળ કારોબારી સામ્રાજ્યમાં લગભગ 9,35,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

1991માં ટાટા ગ્રુપની કમાન સંભાળ્યા બાદ લાંબા સમય સુધી પોતાના દમ પર રતન ટાટાએ કારોબારમાં ઉલ્લેખનીય વધારો કર્યો. રતન ટાટાએ ટાટા સંન્સના ચેરમેન રહેતા દરેક કંપનીને નફામાં લાવવાનું કામ કર્યું. જોકે, ટાટા સંસના અધ્યક્ષ પદેથી તેમણે 2012માં રાજીનામું આપ્યું હતું અને આ પદ સાયરસ મિસ્ત્રીના હાથોમાં આપી દીધું હતું, પણ વિભિન્ન મુદ્દાઓના કારણે બોર્ડે મિસ્ત્રીને 2016માં પદેથી હટાવવાનું મન બનાવ્યું અને તેમના હટ્યા બાદ રતન ટાટાએ ફરીથી ગ્રુપની જવાબદારી પોતાના હાથમાં લઇ લીધી.

જાન્યુઆરી, 2017માં રતન ટાટાએ રિટાયરમેન્ટ લઇ લીધું અને નટરાજન ચંદ્રશેખરનને ટાટા સમૂહના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. વાત કરીએ ટાટા ગ્રુપ અને તેની કંપનીઓની દેખ રેખ વિશે તો, ટાટા સંસ આ સમૂહનું મુખ્ય પ્રમોટર અને પ્રિન્સિપલ ઇનવેસ્ટર છે. ટાટા સંસમાં 66 ટકા હિસ્સેદારી ટાટા ટ્રસ્ટની છે, જે એજ્યુકેશન, હેલ્થ, આર્ટ, કલ્ચર જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. રતન ટાટાના રાજીનામા બાદથી ચેરમેનના રૂપમાં એન ચંદ્રશેખરન જ ગ્રુપની કંપનીઓનું સંચાલન કરી રહ્યા છે.

ટાટા ગ્રુપની કંપનીઓના કામ કાજને સંભાળવાની વાત કરીએ તો સમૂહની કંપની ઉદ્યમ પોતાના સ્વયંના નિર્દેશક મંડળના માર્ગદર્શન અને પર્યાવરણના હેઠળ સ્વતંત્ર રૂપે સંચાલિત હાય છે. ભલે જ ઉંમરના આ પડાવ પર આવ્યા બાદ તેમણે કારોબારમાં સક્રિય રૂપે ભાગીદારીથી કિનારો કરી લીધો છે. પણ ટાટા ટ્રસ્ટના ચેરમેન પદની જવાબદારી હજુ પણ રતન ટાટા પાસે જ છે.

જ્યારે, ટ્રસ્ટમાં વિજય સિંહ અને મેહલી મિસ્ત્રી સહિત અન્ય ટ્રસ્ટી પણ શામેલ છે. ટાટા ગ્રુપમાં હાલમાં જ એક નવી પેઢીની એન્ટ્રી થઇ છે. થોડા દિવસો પહેલા ટાટા ગ્રુપની સબ્સિડિયરી ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બોર્ડે રતન ટાટાના ભાઇ નોએલ ટાટાના ત્રણ સંતાનોને શામેલ કર્યા છે. તેમાં લિયા ટાટા, માયા ટાટા અને નેવિલ ટાટાના નામ શામેલ છે.

લિસ્ટેડ કંપનીઓ સિવાય ટાટા ગ્રુપ લગભગ 10 સેક્ટરની 60 અનલિસ્ટેડ કંપનીઓ સહિત 100 સબ્સિડિયરી ફર્મોને સંચાલિત કરે છે. ટાટાનું સામ્રાજ્ય કેટલું મોટું છે તેનો અંદાજ આ વાતથી લગાવાય છે કે, ટાટા ગ્રુપ 6 મહાદ્વીપોના લગભગ 100થી વધારે દેશોમાં સક્રિય છે. દેશને પહેલા લક્ઝરી હોટલ, પહેલી એરલાઇન્સ કે પછી દેશની પહેલી કન્ઝ્યુમર ગુડ્સ કંપની ટાટા ગ્રુપની છે.

ટાટા ગ્રુપની જે 17 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે તેમાંની સૌથી મોટી કંપની ટાટા કંસલ્ટન્સી સર્વિસીઝ છે, જે માર્કેટ વેલ્યુના હિસાબે રિલાયન્સ બાદ દેશની બીજી સૌથી મોટી કંપની છે. ત્યાર બાદ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાઇટન કંપની લિમિટેડ, ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ધ ઇન્ડિયન હોટલ્સ કંપની, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા કોમ્યુનિકેશન, વોલ્ટાસ, ટ્રેન્ટ લિમિટેડ, ટાટા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સ, ટાટા ઇનવેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મેટાલિક્સ, ટાટા એલેક્સી લિમિટેડ, નાલ્કો લિમિટેડ અને ટાટા કોફી લિમિટેડનું નામ આવે છે.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.