- Business
- હવે માત્ર 5 રૂપિયામાં ખરીદો સોનું, Amazon Payએ લોન્ચ કરી સુવિધા, જાણો ફાયદા
હવે માત્ર 5 રૂપિયામાં ખરીદો સોનું, Amazon Payએ લોન્ચ કરી સુવિધા, જાણો ફાયદા
જો તમારું મન સોનું ખરીદવાનું છે અને ઊંચા ભાવોને કારણે તમે તમારું મન મારી રહ્યા છો, તો તમારે એવું કરવાની જરૂર નથી. હવે તમે માત્ર 5 રૂપિયામાં પણ સોનું ખરીદી શકો છો. ઈ કોમર્સ દિગ્ગજ એમેઝોન પે પોતાના ગ્રાહકો માટે આ સુવિધા લઇવને આવ્યું છે. એમેઝોન પે પર ગ્રાહક માત્ર 5 રૂપિયામાં પણ ડિજિટલ સોનું ખરીદી શકે છે. આ ડિજિટલ ગોલ્ડ રોકાણ સુવિધાનું નામ ગોલ્ડ વૉલ્ટ છે.
એમેઝોન પેએ આ સુવિધા માટે સેફ ગોલ્ડની સાથે ભાગીદારી કરી છે. સેફ ગોલ્ડ 99.5 ટકા શુદ્ધ 24 કેરેટ સોનાની રજૂઆત કરે છે. આ ઓફર દ્વારા એમેઝોન ગ્રાહકોને પ્રતિસ્પર્ધી મૂલ્યા નિર્ધારણની સાથે અને સુરક્ષા માટે લોકર ભાડેથી લેવાની કોઇપણ પરેશાનીને કોઈપણ સમયે સોનું ખરીદવાની અને વેચવાની સ્વતંત્રતા રહેશે.
એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે, અમે અમારા યૂઝરોને અમુક નવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં વિશ્વાસ રાખીએ છીએ. જેથી તેમના માટે નવો અનુભવ બની શકે. અમે અમારા યૂઝર સાથે જોડાવા અને તેમને વધારે સુવિધા આપવા માટે સતત નવા ક્ષેત્રો અને અવસરોનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
ગોલ્ડ વોલ્ટ યોજના હેઠળ એમેઝોન પોતાના યૂઝરોને કોઇ પણ સમયે સોનું ખરીદવાની કે વેચવાની સુવિધા આપશે. એટલું જ નહીં એમેઝોન પેના ગ્રાહકો પ્રતિસ્પર્ધી મૂલ્ય અને કોઈપણ પરેશાની વિના સુરક્ષા લોકર ભાડેથી પણ લઇ શકે છે.

પેટીએમ, ફોન-પે, ગૂગલ-પે, મોબિક્વિક, એક્સિસ બેંકના સ્વામિત્વ વાળા ફ્રીચાર્જ સહિત બીજા ઘણાં ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પણ ડિજિટલ ગોલ્ડની રજૂઆત ગ્રાહકોને કરી રહ્યા છે. પેટીએમ, ગૂગલ પે અને ફોન પે સહિત આમાંથી ઘણાં પ્લેટફોર્મ પર ગ્રાહક માત્ર 5 રૂપિયામાં સોનું ખરીદી શકે છે.
ગૂગલ પેએ ગયા વર્ષે એપ્રિલમાં ડિજિટલ ગોલ્ડ લોન્ચ કર્યું હતું. જ્યારે પેટીએમ અને ફોન પે બંનેએ વર્ષ 2017માં ડિજિટલ ગોલ્ડની રજૂઆત શરૂ કરી હતી. તો મોબિક્વિકે આ સુવિધા 2018માં શરૂ કરી હતી. ડિજિટલ પ્લેટફોર્મ્સ પોતાના પ્લેટફોર્મ પર ટ્રાંઝક્શનને વધારવા અને લોકડાઉન દરમિયાન ભૌતિક સોનું ખરીદવામાં ગ્રાહકોની અક્ષમતાને ભુનાવવા માટે ડિજિટલ ગોલ્ડની રજૂઆતને આગળ વધારી રહ્યા છે. નોઇડા બેઝ્ડ કંપની પેટીએમે જણાવ્યું કે, અક્ષય તૃતિયાના અવસરે તેણે પોતાના પ્લેટફોર્મ પર 37 કિલોગ્રામ ડિજિટલ ગોલ્ડ વેચ્યું હતું.
તો ફોન પેએ ડિજિટલ માધ્યમથી 100 કિલોગ્રામથી વધારે સોનું વેચવાનો દાવો કર્યો હતો. ફોન-પેનું કહેવું છે કે, તેણે પ્લેટફોર્મ પર કુલ ડિજિટલ ગોલ્ડમાં લેવડદેવડમાં ગયા વર્ષની અપેક્ષાએ 125 ટકાનો વધારો થયો છે.

