રત્નકલાકારોની લડત માટે મંગળવારે કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન

લોકડાઉનને કારણે સુરતના હીરાઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોની હાલત સૌથી વધારે કફોડી બની છે અને તેમને ઘણી કંપનીઓએ પગાર ચુકવ્યા નથી, આર્થિક સંકટને કારણે કેટલાંક રત્નકલાકારો જીવન પણ ટુંકાવી રહ્યા છે. રત્નકલાકારોની મદદ માટે અનેક સ્તરે રજૂઆત કરવા છતા કોઇ ઉકેલ નહીં આવતા આખરે 29 જુલાઇએ કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાનું નક્કી કર્યું છે, એમ ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના પ્રમુખે કહ્યું હતું.ઉપવાસ આંદોલન માટે પરવાનગી માંગવામાં આવી છે, હજુ સુધી પરવાનગી મળી નથી.પણ પરવાનગી મળશે તો યુનિયનના 5 સભ્યો સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે.

ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના પ્રમુખ રમેશભાઇ જિલેરીયાએ કહ્યું હતું કે હીરાઉધોગ મા કામ કરતા રત્ન કલાકારો ની મુખ્ય માંગણી ઓ લોકડાઉન નો પગાર ચૂકવવા બાબતે અને સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવા બાબતે અને હીરાઉધોગ ને સરકાર ની ગાઈડલાઈન મુજબ ચાલુ કરાવવા માટે તથા જે રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લે છે. તેમના પરિવાર ને આર્થિક મદદ કરવા બાબતે તથા કોરોના વાયરસ નો ભોગ બનતા અને કોરોના વાયરસ ના કારણે જીવ ગુમાવતા રત્ન કલાકારો ને આર્થિક મદદ કરવામાંઆવે તેવી માંગણી ઓ સાથે સુરત જિલ્લા કલેકટર ની કચેરી ખાતે 29 જુલાઇને મંગળવારે ઉપવાસ આંદોલન શરૂ કરવા મા આવશે.યુનિયનનના 5 સભ્યો જ ઉપવાસ પર બેસશે અને સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ઉપવાસ આંદોલન ચાલશે.

ઉલ્લેખનીય છે કે રત્નકલાકારોની સહાય માટે સરકારે કોઇ જુદું પેકેજ આપ્યું નથી. ડાયમન્ડ માલિકો પગાર આપે છે કે નહીં તેની જાણકારી માટે કોઇ વ્યવસ્થા નથી. સંઘો દ્વારા ફરિયાદ કરાય તો તેનો યોગ્ય નિકાલ આવતો હોય તેમ પણ જણાતું નથી. આવા સંજોગોમાં રત્નકલાકારોની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તે જરૂરી છે. 

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.