એક વર્ષ બાદ આટલો બધો કોવિડ પોઝિટિવિટી રેટ, વધી રહ્યો છે નવો NB.1.8.1 વેરિયન્ટ; WHO નું એલર્ટ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHOના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી 2025ના મધ્યથી દુનિયાભરમાં SARS-CoV-2 વાયરસની ગતિવિધિમાં વધારો નોંધાઈ રહ્યો છે. WHOના આંકડા અનુસાર, કોરોનાના ટેસ્ટમાં પોઝિટિવિટી દર 11 ટકા સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 બાદ સૌથી વધુ છે. WHOનું કહેવું છે કે, આ વધારો વિશેષ રૂપે પૂર્વી ભૂમધ્ય સાગર ક્ષેત્ર, દક્ષિણ-પૂર્વ એશિયા, પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રોમાં જોવા મળી રહ્યો છે.

WHOનું કહેવું છે કે, વર્ષ 2025ની શરૂઆતથી કોરોના વેરિયન્ટ્સના વલણમાં થોડો બદલાવ આવ્યો છે. LP.8.1 વેરિયન્ટ ઘટી રહ્યો છે. જ્યારે NB.1.8.1ને વેરિયન્ટ અંડર મોનિટરિંગ (દેખરેખ વેરિયન્ટ)ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે, તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. મે 2025ના મધ્ય સુધી આ વેરિયન્ટ દુનિયાભરમાં રિપોર્ટ કરવામાં આવેલા કુલ જીનોમિક સિક્વન્સના 10.7 ટકા બની ચૂક્યો છે.

corona1
nfid.org

 

WHOના જણાવ્યા મુજબ, વર્તમાન સંક્રમણ સ્તર ગત વર્ષના આ જ સમય જેવી જ સ્થિતિ દર્શાવે છે. WHOએ એમ પણ કહ્યું હતું કે અત્યાર સુધી કોરોનાના પ્રસારમાં કોઈ સ્પષ્ટ મૌસમી પેટર્ન જોવા મળી નથી. આ ઉપરાંત, અત્યારે પણ ઘણા દેશોમાં દેખરેખ વ્યવસ્થા સીમિત છે, જે એક ચિંતાનો વિષય છે.

WHOએ બધા સભ્ય દેશોને આગ્રહ કર્યો કે જોખમ આધારિત અને ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેટેજી મુજબ, કોરોનાનું સંચાલન કરે છે. WHOના ડિરેક્ટર જનરલની ભલામણોનું પાલન કરો. વેક્સીનેશન પ્રોગ્રામ બંધ ન કરો, તેને ચાલુ રાખો. ખાસ કરીને હાઇ રીસ્કવાળા લોકોને વેક્સીન જરૂર લગાવો. વેક્સીન ગંભીર બીમારી અને મૃત્યુને રોકવા માટે સૌથી પ્રભાવી રીત છે.

WHO1
breeze-technologies.de

 

નોઇડામાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલના સમયમાં નોઇડામાં કોરોનાના 19 સક્રિય કેસ છે. જેમાં 11 મહિલાઓ અને 8 પુરુષો સામેલ છે. જિલ્લા આરોગ્ય વિભાગ બધા દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી શોધી રહ્યો છે. જો કે, બધા દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જોવા મળ્યા છે અને જિલ્લામાં અત્યાર સુધી કોઈ ગંભીર કેસ નોંધાયો નથી.

દિલ્હી AIIMSના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાને લઈને કહ્યું હતું કે કોરોના વાયરસનો એક નવો વેરિયન્ટ JN.1 આવ્યો છે. આ વેરિયન્ટ ઓગસ્ટ 2023માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ હવે આખી દુનિયામાં સૌથી વધુ છે. તેમણે જણાવ્યું કે આ વેરિયન્ટમાં કેટલાક મ્યૂટેશન છે, જેના કારણે તે વધુ ઇન્ફેક્શન કરે છે. તેમાં શરદી, ફ્લૂ, તાવ, ઉધરસ, ખંજવાળનું થાય છે. જે લોકોને હાર્ટની સમસ્યા છે, ડાયાબિટિસ છે અથવા એવી દવાઓ પર છે, જેનાથી ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે, તેમણે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.