- Entertainment
- જાણો કેટલો પૈસાવાળો છે IPLનો પૂર્વ કમિશનર લલિત મોદી? તમે વિશ્વાસ નહીં કરો
જાણો કેટલો પૈસાવાળો છે IPLનો પૂર્વ કમિશનર લલિત મોદી? તમે વિશ્વાસ નહીં કરો

લલિત મોદીએ પોતાના સોશિયલ મીડિયાના ટ્વીટર એકાઉન્ટ પર પૂર્વ મિસ યૂનિવર્સ અને બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથેના ફોટો શેર કર્યા છે, તેને પહેલા ટ્વીટમાં સુષ્મિતા સેનને પોતાની ‘Better Half’ ગણાવી હતી, ત્યાર બાદ આગળના ટ્વીટમાં તેને સ્પષ્ટ કર્યું કે, બંનેએ હજુ લગ્ન નથી કર્યા પણ એક-બીજાને ડેટ કરી રહ્યા છે.
IPL નો ફાઉન્ડર લલિત મોદીએ ગુરૂવારે (14 જુલાઈ)એ સોશિયલ મીડિયા પર જે ત્રણ ફોટો શેર કર્યા છે, તેમાં તે સુષ્મિતા સેનની સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યો છે, ફોટોમાં બંનેના ચહેરા પર એક મોટી સ્માઈલ છે.
એક્ટ્રેસ સુષ્મિતા સેન તરફથી આ મામલામાં અત્યાર સુધી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી. જો કે, ગત મહિનામાં માલદીવથી તેને જે પોસ્ટ કર્યું હતું, તેને સોશિયલ મીડિયા યૂઝર્સ હવે તેના નવા રિલેશનશિપ સાથે જોડી રહ્યા છે.
લલિત મોદી એક બિઝનેસ પરિવારથી આવે છે, મીડિયા રિપોર્ટ મુજબ, લલિત મોદીની કુલ સંપત્તિ અંદાજે 57 કરોડ ડોલર એટલે કે, 4,555 કરોડ રૂપિયા છે. લંડનના 117 સ્લોએન સ્ટ્રીટ પર તેનું પાંચ માળનું ભવ્ય મેન્શન છે, જે 7000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે
મીડિયા રિપોર્ટસ મુજબ, સુષ્મિતા સેન દર મહિને 60 લાખ રૂપિયાની કમાણી કરે છે, તેની કુલ સંપત્તિ અંદાજે 74 કરોડ રૂપિયા છે, 46 વર્ષીય સુષ્મિતા સેન મુંબઇના વર્સોવામાં આવેલા એક આલિશાન એપાર્ટમેન્ટમાં રહે છે.
સુષ્મિતા સેનને ગાડીઓનો ખૂબ શોખ છે. એક રિપોર્ટ મુજબ, તેની પાસે BMW સીરીઝની 730 LED (કિંમત 1.42 કરોડ રૂપિયા) કાર છે. આ ઉપરાંત BMW X6 (કિંમત 1 કરોડ રૂપિયા) અને ઓડી Q7 (કિંમત અંદાજે 89.90 લાખ રૂપિયા)માં પણ તે મુસાફરી કરે છે.
સુષ્મિતા સેનની કમાણીનો મુખ્ય માધ્યમ ફિલ્મ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે, તે એક ફિલ્મ માટે ત્રણ થી ચાર કરોડ રૂપિયા લે છે, જ્યારે એન્ડોર્સમેન્ટ માટે અંદાજે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
લલિત મોદીનો જન્મ દિલ્હીના એક બિઝનેસ ક્લાસ પરિવારમાં 29 નવેમ્બર 1963 એ થયો હતો, તેના દાદા રાજ બહાદુર ગુજરમલ મોદીએ મોદીનગર શહેરને વસાવ્યું હતું.
લલિત મોદીએ વર્ષ 1991માં પોતાની માતાની ફ્રેન્ડ મીનલ સાથે લગ્ન કર્યા હતા, મીનલ ઉંમરમાં લલિત મોદીથી 9 વર્ષ મોટી હતી. મીનલના પહેલા લગ્ન નાઈઝીરિયાઈ વ્યક્તિ સાથે થયા હતા. જો કે, બાદમાં તેને તે વ્યક્તિથી તલાક લઇ લીધો હતો. લલિત મોદી મની લોન્ડરિંગ કેસમાં ફરાર છે, તે વર્ષ 2010માં દેશ છોડીને ભાગી ગયો હતો, આ સમયે તે લંડનમાં રહે છે.
Top News
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી
Opinion
