- Kutchh
- 1500 રૂપિયામાં દવા છાંટવાનો પંપ અને દવા મેળવવાની લાલચમાં જામનગરના ખેડૂતો છેતરાયા
1500 રૂપિયામાં દવા છાંટવાનો પંપ અને દવા મેળવવાની લાલચમાં જામનગરના ખેડૂતો છેતરાયા

જામનગરમાં ખેડૂતોને ઓછા પૈસાના જતુંનાશક દવા, તાલપત્રી અને દવાનો પંપ મેળવવાની લાલચ કરવી ભારે પડી. ખેડૂતોએ એક કંપનીની લોભામણી જાહેરાત પર વિશ્વાસ કરીને તેમાં પૈસા ભર્યા હતા. ત્યારે કંપની દ્વારા ખેડૂતોને 200 રૂપિયાના ભાવની હલકી ગુણવત્તાની જંતુનાશક દવા અને 300 રૂપિયાના તાલપત્રી મોકલવામાં આવી હતી. ખેડૂતોને જયારે આ વસ્તુ મળી ત્યારે તમની સાથે છેતરપીંડી થઈ હોવાની તેમને જાણકારી મળી હતી.
એક રીપોર્ટ અનુસાર જામનગરના ખેડૂતોને એક કંપની દ્વારા ફોન કરીને જણાવવામાં આવે છે. સરકારની સબસીડીના કારણે તેમને માત્ર 1500 રૂપિયામાં દવા છાંટવાનો પંપ, તાલપત્રી અને જતું નાશક દવાની બોટલ આપવામાં આવે છે. જામનગરમાં મોટા ભાગના ખેડૂતોના કંપનીની લાલચમાં આવી ગયા અને તેમને 1500 રૂપિયા ભરી દિધા હતા. જયારે ખેડૂતોને કુરિયર દ્વારા વસ્તુ મળી તેમાં માત્ર તાલપત્રી અને જંતુ નાશક દવા જ હતી. દવા છાંટવાનો પંપ આપવામાં આવ્યો ન હતો.
આ બાબતે જયારે ખેડૂત આગેવાનોને જાણ થઈ ત્યારે ખેડૂત આગેવાનોએ નજીકની ખેતીવાડી કચેરીમાં તપાસ કરી હતો. ત્યારે ત્યાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારની કોઈ પણ સબસીડી સરકાર દ્વારા આપવામાં આવતી નથી. જેના કારણે છેતરપીંડીનો ભોગ બનેલા ખેડૂતોને તેમને મળેલા પાર્સલ કંપનીને પરત મોકલ્યા હતા.
ખેતીવાડી અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ એવી યોજનાથી નથી કે, જેમાં ખેડૂતોને માલ ડાઈરેક્ટર સપ્લાય થાય અને સબસીડી મળે. સબસીડી મેળવવા માટે ખેડૂતોએ ફરજીયાત આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની રહેશે. ખેડૂતોએ આવી કોઈ પણ સ્કીમમાં છેતરાવું નહીં.
Top News
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
Opinion
