- Gujarat
- વિજાપુરમાં પિતા-પુત્ર ખેડૂતો પાસે લોન લેવડાવી 9 કરોડનું ભોપાળું કરીને ઓસ્ટ્રેલિયા ભાગી ગયા
વિજાપુરમાં પિતા-પુત્ર ખેડૂતો પાસે લોન લેવડાવી 9 કરોડનું ભોપાળું કરીને ઓસ્ટ્રેલિયા ભાગી ગયા
-copy10.jpg)
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં દાયકા જૂની એક પેઢી ચલાવતા પિતા-પુત્રએ 90થી વધુ ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી આચરી છે. વસાઈ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર પિતા પ્રહલાદ પટેલ અને દીકરો નરેન્દ્ર પટેલ ખેડૂતોના વિશ્વાસનો દુરુપયોગ કરી રૂ. 9 કરોડથી વધુની લોન ખેડૂતોના નામે લઈ, અને તે રૂપિયા પોતાના ખાતામાં જમા કરી ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયા છે.
આ પેઢી છેલ્લા 50 વર્ષથી કુકરવાડા માર્કેટ યાર્ડમાં કાર્યરત હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વાસપાત્ર તરીકે ઓળખાતી હતી. પિતા-પુત્ર ખેડૂતો પાસેથી પાક વેચાણ અંગે વ્યવહાર કરતા અને ઘણા ખેડૂતો પાક વેચાણની રકમ પણ પેઢીમાં જમા રાખતા હતા. આ દરમિયાન પિતા-પુત્રએ "ધંધામાં તંગી છે" કહીને 92 ખેડૂતોના નામે લોન લેવડાવી અને તે હપ્તા ભરી આપવાની ખાતરી આપી હતી. આ તમામ લોનની રકમ તેમણે પોતાની પાસે રાખી લીધી હતી.

જ્યારે ખેડૂતો પૈસા લેવા માટે પેઢી પર પહોંચ્યા ત્યારે પેઢી અને રહેઠાણ બંને બંધ મળ્યા. વિસ્તારના લોકો કહે છે કે આ બંને ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયા છે. એ પછી ખેડૂતોએ પોલીસ મથકે પહોચી વિગતવાર અરજી આપી છે.
ફરિયાદમાં ખાસ ઉલ્લેખ છે કે પ્રહલાદ પટેલ કુકરવાડા સહકારી નાગરિક બેંકના વાઇસ ચેરમેન હતા અને 25 ગામના કડવા પાટીદાર સમાજના આગેવાન તરીકે પણ જાણીતા હતા.

એક ખેડૂત જણાવ્યું કે “હું છેલ્લા 50 વર્ષથી પેઢી સાથે જોડાયેલો છું. 3 વર્ષથી પાક વેચાણના રૂપિયા પેઢીમાં જમા કરાવતો હતો. તેમણે મારી પાસેથી 9 લાખ રૂપિયાની નકદી માંગીને કહ્યું કે ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટ છે, ટૂંક સમયમાં પરત કરી દઈશું. ઉપરથી મારા નામે બે લોન પણ લીધી હતી. 8 જુલાઈએ પૈસા આપવાની વાત કહીને તે પહેલા 2 જુલાઈ આસપાસ ઘર ખાલી કરીને ભાગી ગયા.”
હાલમાં વસાઈ પોલીસ મથક દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. પોલીસ સહિત સમગ્ર ખેડૂતોના વર્ગમાં આ ઘટનાને લઈ ઉથલપાથલ મચી ગઈ છે.
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
