- National
- ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, બે રૂપિયે કિલો વેચાઈ રહી છે...', કોંગ્રેસે કહ્યું- બરબાદ કરી દીધા
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, બે રૂપિયે કિલો વેચાઈ રહી છે...', કોંગ્રેસે કહ્યું- બરબાદ કરી દીધા
મધ્યપ્રદેશના માલવાંચલ ક્ષેત્રના કૃષિ ઉત્પાદન બજારોમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. રતલામ, મંદસૌર અને નીમચ જિલ્લાના બજારોમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહ્યા નથી, જેના કારણે તેઓ પોતાનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. જથ્થાબંધ બજારમાં ડુંગળી માત્ર 2 થી 6 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે છૂટક ભાવ 15 રૂપિયા પ્રતિ કિલોથી વધુ રહે છે. કોંગ્રેસે ડુંગળીના ભાવમાં આ ઘટાડા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને સરકાર પર નિશાન સાધ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે તેઓને બજારમાં તેમના ડુંગળીના પાકનો પરિવહન ખર્ચ પણ મળી રહેતો નથી. રતલામના કૃષિ ઉત્પાદન બજારમાં ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિ ક્વિન્ટલ માત્ર 600 રૂપિયા છે, જ્યારે લઘુત્તમ ભાવ 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 2 રૂપિયા પ્રતિ કિલો જ મળી રહ્યો છે.
રતલામ મંડીના ખેડૂત મફતલાલે કહ્યું કે, તેમણે રૂ. 30 ક્વિન્ટલ ડુંગળી બજારમાં લાવવા માટે ટ્રેક્ટર-ટ્રોલી પરિવહન માટે 2000 રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ તેમને પ્રતિ ક્વિન્ટલ માત્ર 250 રૂપિયા મળ્યા. પરિણામે, તેઓ ડુંગળીના જાળવવાનો અને ઉત્પાદન ખર્ચ તો દૂર, પરિવહન ખર્ચ પણ નીકળી શક્યો નથી.
https://twitter.com/INCIndia/status/1988524668832350440
ધરાડ અને નગરા ગામના ખેડૂતોએ જણાવ્યું કે, એપ્રિલમાં જ્યારે ડુંગળીની કાપણી કરવામાં આવી હતી, ત્યારે તેમને વાજબી ભાવ મળી રહ્યા હતા. હવે, પાક સંભાળ્યાના પાંચ મહિના પછી, ભાવમાં વધુ ઘટાડો થયો છે. ખેડૂતોને મહત્તમ 850 રૂપિયા અને ઓછામાં ઓછા 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ તેના સત્તાવાર 'X' એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને મધ્યપ્રદેશમાં ડુંગળીના ભાવમાં ઘટાડા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર નિશાન સાધ્યું. કોંગ્રેસે લખ્યું કે, મધ્યપ્રદેશમાં ડુંગળીના ખેડૂતો ખુબ પરેશાન થઈને રડી રહ્યા છે. બજારમાં ડુંગળી 2 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. ખેડૂતો પોતાનો પાક જે ભાવ મળે તે ભાવે વેચવા માટે મજબુર થઇ રહ્યા છે. તેમના પાકને યોગ્ય ભાવ નથી મળી રહ્યો. તેમના ઉત્પાદનને ફેંકી દેવાની ફરજ પડી રહી છે. આ પોસ્ટમાં, પાર્ટીએ PM નરેન્દ્ર મોદીના 'ખેડૂતોની આવક બમણી કરવાના' વચન પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, તેઓને બરબાદ કરી નાખ્યા છે. આ પોસ્ટ સાથે રતલામ કૃષિ ઉત્પાદન બજારનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે આ પોસ્ટને આગળ શેર કરી છે.
ડુંગળી અને લસણના વેપારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે ડુંગળીનો વિસ્તાર અને ઉત્પાદન વધારે પ્રમાણમાં થયો હતો. ખેડૂતોએ ભાવ વધવાની અપેક્ષાએ ડુંગળીનો પાક સ્ટોક કરીને રોકી રાખ્યો હતો. હવે નવી ડુંગળીનું આગમન પણ શરૂ થયું છે, જેના કારણે જૂની ડુંગળીના ભાવ ઝડપથી ઘટવા લાગ્યા છે. ઘટતા ભાવ વચ્ચે, ખેડૂતો હવે પોતાનો જૂનો સ્ટોક ફેંકી દેવાના ભાવે વેચવા મજબૂર છે.

