- Kutchh
- નરેશ પટેલ કિંગ મેકરની ભૂમિકામાં: CM માટે સૂચવી શકે છે આ 2 નામ
નરેશ પટેલ કિંગ મેકરની ભૂમિકામાં: CM માટે સૂચવી શકે છે આ 2 નામ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે, આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આ સ્થિતિમાં ગુજરાતમાં વિવિધ સમાજોના પ્રશ્નો, માંગણીઓ વાજતે-ગાજતે ધ્યાનમાં આવી રહ્યી છે. દરેક સમાજ પોતાનું રાજકીય પ્રભુત્વ જળવાય તે માટે એડીચોટીનું બળ લગાવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં અસરકારક રાજકીય હાજરી પૂરાવનાર સમાજ તરીકે પાટીદાર સમાજ હરહંમેશ આગળ રહ્યો છે
પાટીદાર સમાજ પછી એ કોંગ્રેસ હોય કે હાલની ભાજપ હોય, સર્વ રાજકીય પક્ષો ઉપર અસરકારક પ્રભુત્વ ધરાવનાર સમાજ છે. પાટીદાર સમાજ હાલની સ્થિતિમાં પોતાની માગણીઓને લઈને સંઘર્ષની સ્થિતિમાં જણાય રહ્યો છે.
રાજકીય પક્ષોની અંદર જોવા જઈએ તો કોંગ્રેસમાં સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી અને ભાજપમાં આનંદીબેન પટેલ, નીતિન પટેલ, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા જેવા પાટીદાર નેતાઓ હાલ સામાજિક સ્વીકૃતિ ટકાવી રાખવાની સ્થિતિમાં જણાય રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતે કે કોંગ્રેસ મુખ્યમંત્રી તો પાટીદાર સમાજમાંથી જ આપવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
હવે વાત કરીએ તો પાટીદાર સમાજનું બિનરાજકીય અને સર્વ સ્વીકૃત નામ ખોડલધામના નરેશ પટેલ હાલ ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના લોકો દ્વારા નરેશ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવે તે માટેના ખૂબ હકારાત્મક વલણ સાથે પોસ્ટિંગ પણ થઈ રહ્યું છે. પરંતુ નરેશ પટેલ દ્વારા આ વિષય સંદર્ભે સંપૂર્ણ મૌનની સ્થિતિ જાળવવામાં આવી છે. ખોડલધામ જેવી સંસ્થાની રચના અને નિર્માણ કરાયું હતું ત્યારે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ હતા. આ બંને નેતાઓનું ખોડલધામ સંસ્થા માટેનું સમર્પણ ખૂબ નોંધનીય રહ્યું છે. હાલની સ્થિતિ કંઈક એવી બની છે કે, આનંદીબેન પટેલ રાજીનામુ આપી ચૂક્યા છે અને આર.સી.ફળદુ ચૂંટણી પ્રચારમાં ઓછા જોવા મળી રહ્યાં છે.
પાટીદાર સમાજના અગ્રણી વર્તૂળોમાં ચાલતી ચર્ચા કંઈક એવી છે કે નરેશ પટેલ દ્વારા ખોડલધામ સંસ્થાવતિ ભારતીય જનતા પાર્ટીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે આનંદીબેન પટેલ અને આર.સી.ફળદુ એમ બે નામો સુચવવામાં આવી શકે. આનંદીબેન પટેલ અને આર.સી.ફળદુની પોતાના પક્ષમાં સ્થિતિ જોઈએ તો આર.સી.ફળદુ સર્વસ્વીકૃત નામ ચોક્કસથી થઈ શકે છે. જોવાનું રહ્યું કે, ભારતીય જનતા પાર્ટી નરેશ પટેલ-ખોડલધામ સુચિત નામ સ્વીકારે છે કે સામા પ્રવાહે પોતાનું ઈચ્છીત નામ મુખ્યમંત્રી તરીકે આગળ કરે છે.
Top News
આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!
વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે
Opinion
-copy.jpg)