વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

થાણે સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવાના નવ વર્ષ જૂના કેસમાં 52 વર્ષીય વ્યક્તિને એક દિવસની સજા ફટકારી છે. કોર્ટે રોડ રેજ સંબંધિત આ કેસમાં દોષિત ઠરેલા વ્યક્તિને દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ G.T. પવારે જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન આરોપી સાથે તેના વર્તન, સ્વાસ્થ્ય સમસ્યાઓ, કૌટુંબિક જવાબદારીઓ અને પોલીસકર્મીને થયેલી ઈજાના પ્રકારને ધ્યાનમાં રાખીને હળવું વર્તન કરવું જોઈએ. એક સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે, 31 જુલાઈના આ આદેશની નકલ બુધવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી.

Court
janmorcha.in

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, કોર્ટે 18 નવેમ્બર, 2016ના રોજ થાણે શહેરના કેડબરી સિગ્નલ પર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ દિલીપ પવાર પર હુમલો કરવા બદલ રમેશ શીતકરને BNSની કલમ 353 (ગુનાહિત બળ પ્રયોગ) અને 332 (જાહેર સેવકને જાણી જોઈને ઇજા પહોંચાડવી) હેઠળ દોષિત ઠેરાવ્યો હતો. જોકે, કલમ 504 (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) હેઠળના આરોપો સાબિત થયા ન હતા.

Mumbai Traffic Police
india.com

આ ઘટના ત્યારે બની જ્યારે કોન્સ્ટેબલ દિલીપ પવારે ઝડપી ગતિએ કાર ચલાવી રહેલા રમેશ શિતકરને રસ્તાની વચ્ચે રોક્યો. આ પછી, રમેશ શિતકરે ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગાળો આપી હતી અને તેને ઘણી વાર થપ્પડ પણ મારી. થાણેના રબોડી પોલીસ સ્ટેશનમાં આ ઘટના સંદર્ભે FIR દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન, કોર્ટે ફરિયાદ પક્ષના સાત સાક્ષીઓની પૂછપરછ કરી.

કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષના સાક્ષીઓના પુરાવાએ એ હકીકત સાબિત કરી છે કે માહિતી આપનાર (પોલીસ કર્મચારી) તેની સત્તાવાર ફરજ બજાવી રહ્યો હતો અને આરોપીએ તેના પર હુમલો કર્યો હતો. ન્યાયાધીશ G.T. પવારે બચાવ પક્ષના દાવાને ફગાવી દીધો કે, રમેશ શિતકરને રિક્ષા ચાલક સાથે થયેલા ઝઘડા પછી ફસાવવામાં આવ્યો હતો. આ રિક્ષાચાલકે તો લડાઈ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

Jail
jagran.com

કોર્ટે એમ પણ કહ્યું કે, બચાવ પક્ષ ફરિયાદ પક્ષના સાક્ષીઓના નિવેદનોને નકારી કાઢવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો. ઘટના સ્થળે કારને નુકસાન થયું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, બચાવ પક્ષની દલીલો સ્વીકારતા, ન્યાયાધીશે કહ્યું, 'ટ્રાયલ દરમિયાન આરોપીના વર્તન, તેની માંદગી, જવાબદારીઓ અને માહિતી આપનારને થયેલી ઈજાના પ્રકારને ધ્યાનમાં લેતા, મારું માનવું છે કે તેના પ્રત્યે ઉદારતા દાખવી શકાય છે.'

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.