- National
- રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો
રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. એક યુવકે મૌર્યને માળા પહેરાવવા દરમિયાન પાછળથી થપ્પડ મારી દીધી હતી. આ દરમિયાન ભીડે આરોપી યુવાનોને પકડી લીધો અને તેને ઢોર માર માર્યો હતો. ઘટનાસ્થળ પર ઉપસ્થિત પોલીસે કોઈક રીતે આરોપીઓને ભીડના ચુંગાલમાંથી બચાવ્યો. હાલમાં આ ઘટનાને કારણે વિસ્તારનો માહોલ ગરમાઈ ગયો છે.
RSSPના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્ય બુધવારે રાયબરેલીના ગોલ ચોક પહોંચ્યા હતા. અહીં સમર્થક ફૂલ-માળા પહેરાવીને તેમનું સ્વાગત કરી રહ્યા હતા. ત્યારબાદ એક યુવકે મૌર્યને માળા પહેરાવવા દરમિયાન લાફો મારી દીધો હતો. આ ઘટનાથી સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થકો ગુસ્સે થઈ ગયા અને તેમણે આરોપી યુવકને મારવાનું ચાલુ કરી દીધું. માર મારવામાં આવતા આરોપી ઇજાગ્રસ્ત થઈ ગયો. પોલીસકર્મીઓએ તેને બચાવીન ઘટનાસ્થળ પરથી લઈ ગયા.
https://twitter.com/PTI_News/status/1953007808099827917
વીડિયોમાં જોઈ શકાય છે કે રાયબરેલીમાં સ્વાગત દરમિયાન 2 યુવાનોએ સ્વામી પ્રસાદ મૌર્ય પર કેવી રીતે હુમલો કર્યો. માળા પહેરાવવા દરમિયાન પાછળથી આવેલા યુવાનોએ સ્વામી પ્રસાદ મૌર્યના માથા પર થપ્પડ મારી હતી. ત્યારબાદ સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થકોએ હુમલાખોરને ઢોર માર માર્યો. આ દરમિયાન ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હુમલો કરનારા લોકો કરણી સેના સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, તેને લઈને સંગઠન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
મોર્યના માર મારવામાં આવતા તેમના સમર્થકો દ્વારા હુમલો કરનારા યુવકોને ગંભીર ઇજાઓ થઈ છે. પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે, સ્વામી પ્રસાદ મૌર્ય પોતાના નિવેદનોને કારણે મોટાભાગે ચર્ચામાં રહે છે. તેમના પર અગાઉ પણ હુમલો થઈ ચૂક્યો છે. આ બાબત પર બોલતા સ્વામી પ્રસાદ મૌર્યએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, આ સરકારી ગુંડા છે. કરણી સેનાના લોકો છે. હું લખનૌથી ફતેહપુર જતી વખતે રાયબરેલી રોકાયો હતો. ત્યારે જ મિલએરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સારસ ચોકમાં આ ઘટના થઈ ગઈ.

