ઘરેલું હિંસાની અરજીમાં નામ કાઢવાની અરજી કોર્ટે ફગાવી

કેસની વિગત મુજબ રાધિકા આહીર જેઓ સુરત ખાતે રહેતા હતા તેમના લગ્ન વડોદરા ખાતે રહેતા હિંમાશું આહીર સાથે થયા હતા.(પક્ષકારોના નામ બદલેલ છે) લગ્નજીવન થકી સંતાનમાં પુત્ર હતો. પરિવારજનોએ અરજદાર પત્નીને થોડા સમય સારી રીતે રાખલે ત્યારબાદ નાની નાની બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ગમે તેમ અપશબ્દો બોલતા, પાગલ કહેતા અને નોકરી કરવા જવા માટે દબાણ કરતા હતા.

પત્નીના ભાઇની સગાઇ હોય જેથી અરજદાર પત્ની પુત્ર સાથે સુરત ખાતે આવેલા હતા. ત્યારબાદ આજદીન સુધી પતિ પત્નીને તેડી ગયા ન હતા. જેથી પત્નીએ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે ઘરેલું હિંસાની અરજી સુરત કોર્ટમાં કરી હતી. જે કેસમાં સાસરી પક્ષનાઓ હાજર થઇને સાસુ, સસરા, દાદી સાસુ, દિયર, નંણદે પક્ષકાર તરીકે પોતાના નામો કાઢી નાખવાની અરજી કરી હતી. અરજદાર પત્નીની દલીલોને એડી.સિ.જ્જ તથા જ્યું.મેજી.ફ.ક. યોગીતા શર્માએ ગ્રાહ્ય રાખીને સાસરી પક્ષનાઓએ પક્ષકાર તરીકે નામ કાઢી નાખવાની આપેલી અરજી નામંજૂર કરવામાં આવી હતી. અરજદાર પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીએ દલીલો કરી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-04-2026 વાર - રવિવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નોકરી ગઈ કે છોડી, તો કંપનીઓએ તાત્કાલિક આ કામ કરવું પડશે... નવા કાયદામાં ખાસ ફેરફારો!

દેશમાં નવો લેબર કોડ અમલમાં આવી ગયો છે. આ દરમિયાન એક ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે જે દરેક કર્મચારી માટે...
Business 
નોકરી ગઈ કે છોડી, તો કંપનીઓએ તાત્કાલિક આ કામ કરવું પડશે... નવા કાયદામાં ખાસ ફેરફારો!

કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું

કેરળ ચૂંટણીને લઈને રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેરળના વંડૂરમાં કોંગ્રેસના સાંસદના...
National 
કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું

ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેણાંક વિવાદને લઈને તણાવભર્યું વાતાવરણ ઉભું થયું છે. રાયખડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિંદુ પરિવારો દ્વારા હેરાનગતિની...
Gujarat 
ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.