- Health
- શું છે એનીમિયાના લક્ષણ, જાણો કારણો અને કેવી રીતે દૂર કરશો
શું છે એનીમિયાના લક્ષણ, જાણો કારણો અને કેવી રીતે દૂર કરશો

એનીમિયા એક લોહી સંબંધિત બીમારી છે. આ બીમરીનો શિકાર મોટેભાગે મહિલઓ બને છે. એનીમિયા થવાથી શરીરમાં આયર્નની કમી થાય છે અને તેના લીધે આગળ જતા હિમોગ્લોબીન બનવાનું પણ ઓછું થઈ જાય છે. જેના લીધે શરીરમાં લોહીની કમી ઊભી થાય છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબીન ઓછું થાય તો, નસોમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જેનાથી એનીમિયાની બીમારી થવાના ચાન્સીસ વધી જાય છે.
આપણા શરીરમાં આયર્નની કુલ માત્રા શરીરના વજનના હિસાબે 3 થી 5 ગ્રામની હોય છે. જ્યારે તે ઓછું થઈ જાય ત્યારે શરીરમાં લોહી બનતું નથી. એક રીપોર્ટ પ્રમાણે ભારતમાં આશરે 60 ટકા લોકો એનીમિયાથી પીડિત છે અને તેમાં સૌથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.
એનીમિયા શું છે:
એનીમિયા થવાનું સૌથી મોટું કારણ શરીરમાં આયર્નની માત્રા ઓછી હોવી.
જો તમે ખાવામાં કેલ્શિયમ વધુ લેતા હો, તો તે પણ એનીમિયા થવાનું એક કારણ બની શકે છે.
લીલા શાકભાજી ન ખાવાથી.
શરીરમાંથી વધારે માત્રામાં લોહી વહી જવાને લીધે પણ થઈ શકે છે.
એનીમિયાના લક્ષણઃ
ઉઠતા-બેસતા ચક્કર આવવા.
દરેક સમયે થાક લાગવો
હ્રદયના ધબકારા અસામાન્ય હોવા.
શ્વાસ લેવામાં તકલીફ થતી હોય.
સ્કીન અને આંખમાં પીળાપણું આવી જવું.
તળવા અને હથેળીઓ ઠંડી થઈ જાય.
એનીમિયાથી કેવી રીતે બચશો અને તેનો ઈલાજઃ
શરીરમાં લોહીની કમીને લીધે જ એનીમિયા થાય છે. તેના માટે ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. શરીરમાં આયર્નનની જરૂર પૂરી કરવા માટે બીટ, ગાજર, ટમેટા અને લીલા શાકભાજીને તેને દરરોજના ખાવામાં સામેલ કરવા જોઈએ.
જ્યારે પણ ઘરે શાકભાજી બનાવો તો તેને લોખંડનું પડ ધરાવતા પેનમાં બનાવો. તેનાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે.
ખાવામાં ગોળ-ચણાનો ઉપયોગ કરો. કાળો ગોળ ખાવાની આદત પાડો. કાળો ગોળ હિમોગ્લોબીન બનાવવામાં મદદ કરે છે.
જો તમારા શરીરમાં વધારે કેલ્શિયમ જઈ રહ્યું હોય તો તે પણ એનીમિયાનું કારણ બની શકે છે, તે માટે ડૉકટરની સલાહ લઈને કેલ્શિયમને સામાન્ય સ્તર પર લાવવું જોઈએ.
જો આયર્ન શરીરમાં ઓંછું થઈ ગયું હોય તો ડૉક્ટરની સલાહ લઈને આયર્નની ટેબલેટ પણ લઈ શકો છો.
Top News
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
Opinion
