- Health
- શરીરની કમજોરીને સસ્તામાં ન લેતાં, હોઈ શકે છે મોટી બીમારીના લક્ષણો
શરીરની કમજોરીને સસ્તામાં ન લેતાં, હોઈ શકે છે મોટી બીમારીના લક્ષણો

ઘણીવાર આપણને શરીરમાં કમજોરીનો અહેસાસ થતો હોય છે ત્યારે આપણે દવાની દુકાન પરથી પ્રખ્યાત બ્રાંડના ટોનિક લઈ આવીએ છીએ, પણ આપણે ત્યારે એ વાતથી અજાણ હોઈએ છીએ કે કમજોરી આવવી એ કદાચ કોઈ મોટી બીમારીનું પણ ચિહ્ન હોઈ શકે છે. આ રીતે ટોનિક લઈને કમજોરી દૂર કરવાથી ઘણીવાર મોટી બીમારીઓ મોડી પકડમાં આવે છે.
'કમજોરી લાગવી' બની શકે છે કે છેલ્લે કોઈ બીમારી સાબિત ન થાય પણ એ પણ થઈ શકે છે કે તે કોઈ મોટી બીમારીનું લક્ષણ હોય. એમ સમજો કે 'કમજોરી લાગવી' એ શરીરના બધા અંગોમાંથી કોઈ અંગની ગડબડી દર્શાવે છે. તો ચાલો જાણીએ કેટલાંક મહત્ત્વ પૂર્ણ કારણો વિશે.
ઘણીવાર કમજોરી લાગવાથી ડાયાબીટીસની બીમારીની જાણકારી મળી છે. તેથી કોઈ તમારા પરિવારમાં કોઈને ડાયાબીટીસ હોય (ન હોય તો પણ) અને તમને કમજોરી મહેસૂસ થાય છે તો બ્લડસુગરની તપાસ અચૂક કરાવી લેવી. સાથે જ વજન ઓછુ થઈ રહ્યું હોય અથવા યુરીન વધુ થતો હોય, વારે વારે તરસ લાગતી હોય અથવા વારે વારે ભૂખ લાગતી હોય તો પણ ડાયાબિટીસનું ચેકઅપ કરાવી લેવું.
ઘણીવાર એનિમિયા એટલે કે લોહીની ઉણપને કારણે પણ કમજોરી લાગે છે. આ બીમારીને હિમોગ્લોબીનની સાધારણ તપાસથી જાણી શકાય છે. 'ક્રોનિક કિડની ફેલ્યર'નું સૌથી સામાન્ય લક્ષણ શરૂઆતમાં થાક લાગવો અને કમજોરી તેમજ ભૂખ ન લાગવી છે. તેથી ક્યારેય કમજોરીને ઓછામાં ન લેવી અને વહેલી તકે તેની તપાસ ડોક્ટર પાસે કરાવવી જોઈએ. થાઈરોઈડની એક બીમારી થાઈરોટોક્સીકોસિસ પણ શરીરમાં કમજોરી લાવે છે. ઉપરાંત ઘણા એવા કેન્સર છે જેનાથી શરીરમાં કમજોરી આવે છે જેમકે આંતરડાનું કેન્સર, લીવરનું કેન્સર, બ્લડ કેન્સર વગેરે.
કમજોરી છે અને તાવ આવે છે તો ડોક્ટરને માત્ર એમ ન કહો કે કમજોરી છે અને તાવ આવે છે પણ તાવને માપીને તેનો રેકોર્ડ રાખો અને ડોક્ટરને જણાવો. ઉપરાંત કમજોરી લાગે તો તમારું વજન પણ ચેક કરતા રહો. ઉપરાંત તમે કમજોરી જેને કહો છો તેમાં શું શું થાય છે તે પણ ધ્યાનમાં રાખો જેમકે કમજોરી દરમિયાન તમને થાક લાગે છે? ચક્કર આવે છે? શ્વાસ ફૂલી જાય છે કે આંખે અંધારા આવે છે? તમે આ બધા લક્ષણોને તો કમજોરી નથી કહેતાને? કારણ કે આ બધા લક્ષણો હૃદયની બીમારી, અનિયંત્રિત બ્લડપ્રેશર અથવા અન્ય કોઈ ન્યુરોલોજીકલ બીમારીના ચિહ્ન પણ હોઈ શકે છે.
તેથી જો તમને કમજોરી લાગતી હોય તો ટોનિક લેવાને બદલે તેની યોગ્ય તપાસ કરાવી જરૂરી છે અને ડોક્ટર પાસે કમજોરીનું કારણ જાણ્યા પછી તેનો ઈલાજ કરવો.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)