HIVની નવી દવાને WHOની મળી મંજૂરી, વર્ષમાં 2 વખત લેવી પડશે; આ રીતે કરશે કામ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ (HIV)ને રોકવા માટે Lenacapavirના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ દવા HIVના નિવારણમાં એક માઇલસ્ટોન સમાન સાબિત થઈ શકે છે. આ દવા ખાસ કરીને એવા લોકો માટે જીવનરક્ષક છે, જેમને HIV એક્સપોઝરનું જોખમ વધારે હોય છે, એટલે કે સેક્સ વર્કર્સ અથવા એવા લોકો HIV દર્દીઓની સારવાર અથવા દેખરેખના કામ સાથે જોડાયેલા છે.

WHOએ વૈશ્વિક HIV નિવારણના પ્રયાસોને મજબૂત કરવા માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા અને આ દરમિયાન લાંબા ગાળાની સુરક્ષા આપનારી આ એન્ટિરેટ્રોવાયરલ દવાને મંજૂરી આપી દીધી છે. Lenacapavirને મંજૂરીની આ જાહેરાત 14 જુલાઈના રોજ રવાન્ડાની રાજધાની (ઈસ્ટ આફ્રિકન દેશ)ની રાજધાની કિગાલીમાં આયોજિત 13મી આંતરરાષ્ટ્રીય AIDS સોસાયટી સંમેલનમાં કરવામાં આવી હતી. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ પણ Lenacapavirને મંજૂરી આપી છે.

HIV
womenshealth.gov

HIVના નિવારણ માટે આ ઇન્જેક્શન વર્ષમાં 2 વખત પ્રી-એક્સપોઝર પ્રોફીલેક્સિસ (PrEP) સારવારની સ્થિતિમાં આપવામાં આવે છે. આ ઇન્જેક્શનને વર્ષ 2022માં HIVની સારવાર માટે મંજૂરી મળી હતી. આ ઇન્જેક્શન ટ્રાયલ દરમિયાન HIV સંક્રમણથી બચાવવામાં અસરકારક સાબિત થઈ છે. theweek.inના રિપોર્ટ મુજબ, WHOના ડિરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, જો કે, HIVની ઇન્જેક્શન અત્યાર સુધી બની શકી નથી, પરંતુ આ નવી દવા, જેને વર્ષમાં માત્ર 2 વખત ઇન્જેક્શન લેવાની જરૂરિયાત હોય છે, તે તાજેતરમાં સૌથી સારી દવા છે.

આ પગલું દુનિયાભરમાં HIV નિવારણ માટે નાણાકીય ભંડોળના અભાવને કારણે ઉઠાવવામાં આવ્યું છે. માત્ર 2024માં જ લગભગ 1.3 લાખ લોકો HIVથી સંક્રમિત થયા હતા. તેમાંથી મોટાભાગના લોકો સેક્સ વર્કર્સ, પુરુષો સાથે યૌન સંબંધ બનાવનારા પુરુષ, ટ્રાન્સજેન્ડર, નશીલી દવાઓની ઇન્જેક્શન લેનારા લોકો, જેલમાં બંધ લોકો અને બાળકો અને કિશોર હતા.

HIV2
nhsinform.scot

lenacapavir શું છે?

lenacapavir (LEN) અમેરિકન ફાર્માસ્યૂટિકલ કંપની ગિલિયડ સાયન્સે બનાવી છે. તે capsid inhibitor નામની દવાઓના એક નવા ગ્રુપ સાથે સંબંધિત છે, જે HIV replication cycleના ઘણા ચરણોને બાધિત કરીને કામ કરે છે. LEN પહેલી PrEP ઇન્જેક્શન છે જેને વર્ષમાં માત્ર 2 વખત આપી શકાય છે. લાંબા સમય સુધી માનવ શરીરમાં અસરકારક રહેનાર આ ઇન્જેક્શન ગોળીઓ અને અન્ય સારવારની તુલનમાં વધુ શક્તિશાળી છે. એટલે આ એ લોકો માટે ખૂબ મદદરૂપ છે, જેમને HIV સંક્રમણ થવાનું જોખમ સૌથી વધારે હોય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.