પુરુષોમાં પણ થાય છે મેનોપોઝ! જાણો તેના લક્ષણો અને સારવાર

મહિલાઓમાં માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ આવવા બંધ થઈ જવાની સ્થિતિને મેનોપોઝ અથવા રજોનિવૃત્તિ કહેવામાં આવે છે. આ એક સ્વાભાવિક શારીરિક બદલાવ છે, જેમાંથી દરેક મહિલાએ એક અવસ્થા બાદ પસાર થવુ પડે છે. મેનોપોઝ એ વાતનો સંકેત છે કે તે મહિલા હવે પ્રજનન નથી કરી શકતી. પરંતુ, શું તમે જાણો છો કે પુરુષોમાં પણ એક અવસ્થા બાદ મેનોપોઝની સ્થિતિ આવે છે. મહિલાઓ અને પુરુષોમાં સામાન્યતઃ 50 વર્ષની ઉંમરની આસપાસ મેનોપોઝની સ્થિતિ આવે છે. આ દરમિયાન સેક્સ હોર્મોન (મહિલાઓમાં એસ્ટ્રોજન અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન)નું સ્તર ઓછું થઈ જાય છે. સેક્સ હોર્મોન ઓછાં થવાના પરિણામસ્વરૂપ કામેચ્છામાં ઉણપ આવી જાય છે. જોકે, પુરુષોમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન ઓછાં થવાના લક્ષણ સામાન્યરીતે દેખાતા નથી, છતા પણ શારીરિકરીતે થતા પરિવર્તનોના આધાર પર તેને ઓળખી શકાય છે.

પુરુષો અને મહિલાઓના મેનોપોઝ કઈ રીતે અલગ છે?

મેનોપોઝ દરમિયાન મહિલાઓ પ્રજનન નથી કરી શકતી, પરંતુ પુરુષોની સાથે આ પ્રકારની મુશ્કેલી નથી આવતી. બંનેના મેનોપોઝમાં કેટલીક સમાનતા અને કેટલાક તફાવત છે. સૌથી પહેલા સમાનતાની વાત કરીએ તો, બંનેમાં જ મેનોપોઝની સ્થિતિ આશરે 50 વર્ષની ઉંમર બાદ આવે છે. આ દરમિયાન સેક્સ હોર્મોન મહિલાઓમાં એસ્ટ્રોજન અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ઘટી જાય છે. તેને કારણે સેક્સ પ્રત્યે અરુચિ આવી જાય છે. પુરુષો અને મહિલાઓ બંનેને જ આ દરમિયાન ઘણા પ્રકારની માનસિક સ્થિતિઓ જેવી કે મૂડ સ્વિંગ, ગુસ્સો, કામેચ્છામાં ઉણપ વગેરેનો અનુભવ થાય છે.

હવે બંનેના મેનોપોઝની સ્થિતિમાં બદલાવની વાત કરીએ તો, યુવાવસ્થાથી જ મહિલાઓમાં માસિક ધર્મ શરૂ થઈ જાય છે. તે તેમના ગર્ભધારણની ક્ષમતાનું સૂચક છે. મેનોપોઝની સ્થિતિ બાદ મહિલાઓમાં સ્થાયીરીતે માસિક ધર્મ બંધ થઈ જાય છે, અર્થાત ત્યારબાદ તે મા ના બની શકે. પરંતુ પુરુષોની સાથે એવું નથી થતું. પુરુષ મેનોપોઝ બાદ પણ પિતા બની શકે છે. પરંતુ, ટેસ્ટોસ્ટેરોનની ઉણપને કારણે તેમણે સેક્સ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મેનોપોઝ દરમિયાન પુરુષોમાં કયા-કયા લક્ષણો જોવા મળે છે?

રજોનિવૃત્તિ બાદ પુરુષોમાં ઘણા પ્રકારના શારીરિક અને મનોવૈજ્ઞાનિક બદલાવ જોવા મળે છે. ઉંમર વધવાની સાથોસાથ તેનો પ્રભાવ વધતો જાય છે. મેનોપોઝ દરમિયાન પુરુષોમાં ઉર્જાની કમી, ડિપ્રેશન અથવા ઉદાસી, આત્મવિશ્વાસ ઓછો થવો, ઉંઘ ના આવવી, શરીરમાં ફેટની માત્રા વધી જવી, માંસપેશિઓ નબળી થવી, કામેચ્છા અથવા સેક્સ ડ્રાઈવમાં ઉણપ, પુરુષોમાં સ્તનોનો વિકાસ.

મેલ મેનોપોઝનું નિદાન અને ઉપચાર

મેલ મેનોપોઝ એક ઉંમર બાદ સ્વાભાવિકરીતે થનારો શારીરિક બદલાવ છે. મોટાભાગે પુરુષોમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન ઘટવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. એવામાં તેમનામાં લક્ષણો નથી દેખાતા. સામાન્યરીતે મેનોપોઝના નિદાન માટે ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ કરવામાં આવે છે. સામાન્યરીતે મેનોપોઝની સારવારની ખાસ જરૂર નથી હોતી. છતા ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપીના માધ્યમથી લક્ષણોમાં સુધારો કરી શકાય છે. જોકે, રિપ્લેસમેન્ટ થેરાપીના ઘણા મામલાઓમાં હૃદય રોગ જેવી ઘણી સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળે છે. આથી, હોર્મોન રિપ્લેસમેન્ટ કરાવતા પહેલા યોગ્ય વિચાર કરવો જોઈએ.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.