- National
- કુતરા સાથે સેક્સ કરવા માટે પત્નીને કરતો હતો મજબૂર, કોર્ટે આપી 10 વર્ષની સજા
કુતરા સાથે સેક્સ કરવા માટે પત્નીને કરતો હતો મજબૂર, કોર્ટે આપી 10 વર્ષની સજા

કર્ણાટકના બેલગાવીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીં એક વ્યક્તિ પોતાની પત્નીને અપ્રાકૃતિક સંબંધ બનાવવા માટે મજબૂર કરતો હતો. તેમજ તે વ્યક્તિ પર તેની પત્નીએ જબરદસ્તી પોર્ન બતાવીને તેને કુતરાના બચ્ચા સાથે સેક્સ કરવા માટે મજબૂર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસ સ્ટેશનમાં પત્નીની ફરિયાદ બાદ એક સ્થાનિક અદાલતે વ્યક્તિને 10 વર્ષની સજા સંભળાવી છે સાથે જ 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ કૃત્યને જઘન્ય અપરાધ ગણાવ્યો છે. આ મામલો 2017નો છે, જેમાં કોર્ટે સજા સંભળાવી હતી.
મામલો કર્ણાટકના બેલગાવી છે. જ્યાં માર્ચ, 2017માં પત્નીના આરોપો બાદ પતિની પોલીસે ધરપકડ કરી હતી. પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, તેનો પતિ સંદીપ તેને અપ્રાકૃતિક સંબંધ બનાવવા માટે મજબૂર કરતો હતો. એટલું જ નહીં પરંતુ તેને કુતરાના બચ્ચા સાથે પણ સેક્સ કરવા માટે મજબૂર કરતો હતો. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સંદીપ તેને જબરદસ્તી પોર્ન પણ બતાવતો હતો.
મળતી માહિતી અનુસાર, મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 22 માર્ચની રાત્રે સંદીપ ઘરે એક કુતરાનું બચ્ચું લઈને આવ્યો હતો. તેણે કહ્યું કે જો તે કુતરા સાથે સેક્સ નહીં કરશે તો તેને ઘરમાંથી કાઢી મુકશે. મહિલાએ જણાવ્યું હતું કે, તેવું કરવાની ના પાડતા તેણે બાળકો સહિત તેને ઘરમાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી.
મહિલાની ફરિયાદના આધારે કોર્ટે તેને 10 વર્ષની સજા સંભળાવી છે સાથે જ તેને 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Top News
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Opinion
-copy.jpg)