શું ભૂત હકીકતમાં હોય છે? વૈજ્ઞાનિકોએ આપ્યો આ જવાબ

જો તમે ભૂતોમાં વિશ્વાસ ધરાવતા હો તો આવુ વિચારનારા તમે એકલા નથી. દુનિયાની ઘણી સંસ્કૃતિઓમાં લોકો આત્માઓ અને મૃત્યુ બાદ બીજી દુનિયામાં રહેતા લોકો પર વિશ્વાસ કરે છે. અસલમાં ભૂતો પર વિશ્વાસ દુનિયામાં સૌથી વધુ માનવામાં આવતી પેરાનોર્મલ એક્ટિવિટી છે. દરરોજ હજારો લોકો ભૂતોની સ્ટોરી વાંચે છે. ફિલ્મો બને છે, તે જોય છે. આ માત્ર મનોરંજન નથી, તેનાથી ઉપરનો મામલો છે. ભૂતોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને લઈને વિજ્ઞાન શું કહે છે, તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

વર્ષ 2019માં Ipsos Pollમાં એ વાત સામે આવી હતી કે, 46 ટકા અમેરિકી લોકો ભૂતોમાં વિશ્વાસ ધરાવે છે. આ સર્વેમાં 7 ટકા લોકોએ એવુ પણ માન્યું હતું કે, તેઓ વૈંમ્પાયર્સમાં પણ વિશ્વાસ ધરાવે છે. ભૂતોની સ્ટોરી દરેક ધર્મમાં હોય છે. ઘણા બધા લોકો પેરાનોર્મલ વાતો પર વિશ્વાસ કરે છે. મૃત્યુની નજીક જઈને પાછા આવવાના અનુભવો શેર કરે છે. મોત બાદના જીવનને માને છે. આત્માઓ સાથે વાતચીત કરે છે. ઘણા લોકો સદીઓથી ભૂતો અને આત્માઓ સાથે વાતો કરવાનો દાવ કરતા રહ્યા છે. કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ જેવી પ્રસિદ્ધ યુનિવર્સિટીઝમાં ઘોસ્ટ ક્લબ બન્યા છે.

વૈજ્ઞાનિક રીતે ભૂતો પર રિસર્ચ એટલા માટે મુશ્કેલ બની જાય છે, કારણ કે અજીબોગરીબ રીતે તેને લઈને અજીબ ઘટનાઓ બને છે. જેમ કે- દરવાજાનું ખુલવુ અથવા બંધ થવુ, ચાવી ગાયબ થઈ જવી, કોઈ મૃત વ્યક્તિ દેખાવી, રસ્તા પર પડછાયો દેખાવો... વગેરે. વૈજ્ઞાનિકરીતે જ્યારે ભૂતો વિશે વિચારવામાં આવે છે, તો સૌથી પહેલા એ વાત સામે આવે છે કે, શું તે વસ્તુ છે કે નહીં? એટલે કે તે કોઈ પદાર્થની વચ્ચેથી નીકળી શકે છે કે નહીં. અથવા તે દરવાજાને જાતે ખોલી કે બંધ કરી શકે છે કે નહીં. આ બાબતને લઈને ઘણા વિવાદો છે. જો તાર્કિકરીતે ફિઝિક્સના ફોર્મ્યુલાને જોઈએ તો સવાલ ઊભો થાય કે જો ભૂત માણસની આત્માઓ હોય તો તે કપડાંમાં શા માટે દેખાય છે. તેના હાથમાં ડંડો, ટોપી અને કપડાં શા માટે હોય છે.

જે લોકોની હત્યા થઈ જાય છે, ઘણીવાર તેમની આત્માઓ બદલો લેવા માટે કોઈને માધ્યમ બનાવીને મામલાની તપાસ કરાવે છે. હત્યારાની ઓળખ કરાવે છે. પરંતુ તે સત્ય છે કે નહીં તેના પર ઘણા સવાલો છે. કારણ કે ભૂતોને લઈને કોઈ તાર્કિક કારણ નથી. ભૂતોને પકડનારા અથવા મારનારા અલગ-અલગ રીતો અપનાવે છે. જેથી, ભૂતો, આત્માઓની હાજરી અંગે જાણી શકાય. મોટાભાગની રીત વૈજ્ઞાનિક હોય છે. ભૂતોને જોવા અને તેમની હાજરી તપાસવા માટે અત્યાધુનિક મશીનોનો સહારો લેવામાં આવે છે.

વર્તમાનમાં વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, હાલ એવી કોઈ ટેકનિક નથી, જેના દ્વારા ભૂતોની હાજરી અથવા તેમના આકાર, વ્યવહાર અંગે જાણી શકાય. પરંતુ સવાલ એ છે કે, મોટાભાગના લોકોને ફોટો અથવા વીડિયોમાં પાછળથી ભાગતા, હસતા, ડોકિયુ કરતા ભૂત દેખાય જાય છે. તેના રેકોર્ડિંગ્સ લોકો અને વૈજ્ઞાનિકો પાસે પણ છે. તેમના અવાજનું રેકોર્ડિંગ્સ પણ લોકો પાસે છે. જો ભૂત હોય તો વૈજ્ઞાનિકોને તેની તપાસ માટે પૂરતા પુરાવાની જરૂર છે, જે હાલ ઉપલબ્ધ નથી.

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ભૂતોની હાજરી પર આધુનિક ફિઝીક્સની એક થિયરી આપી હતી. તે હતી થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. એટલ કે ઉર્જા ના તો બનાવી શકાય, ના તેને બગાડી શકાય. તે માત્ર પોતાનું સ્વરૂપ બદલી શકે છે. આથી શરીરમાંથી નીકળતી ઉર્જાનું શું થાય છે? શું શરીરમાંથી નીકળતી ઉર્જા રૂપ બદલે છે? શું મૃત્યુ બાદ શરીરની ઉર્જા સમાપ્ત થઈ જાય છે, કે બીજે ક્યાંક ચાલી જાય છે કે પછી પોતાનું સ્વરૂપ બદલીને ભૂત બની જાય છે.

એવી કોઈ શારીરિક ઉર્જા નથી, જે મર્યા બાદ સર્વાઈવ કરી શકે અથવા તો તે તમારા શરીરમાં રહે. તેને કોઈપણ ભૂત પકડનાર તાંત્રિક અથવા ઘોસ્ટ હંટર જોઈ નથી શકતા અને તેને રોકી પણ નથી શકતા. આવા લોકો પોતાને સુપરનેચરલ માની લે છે. તેઓ જાણી જોઈને એવો ડ્રામા કરે છે જાણે તેમણે ભૂતને જોયો અને તેને પકડી લીધો. કારણ કે શરીરમાંથી નીકળતી ઉર્જા આ બ્રહ્યાંડમાં એટલી નાની અને ઓછી માત્રામાં હોય છે કે તેને પકડી ના શકાય.

હકીકતમાં ભૂત હોય છે કે નહીં. તે માત્ર ઉર્જા હોય છે કે બીજું કંઈ, તેને લઈને વૈજ્ઞાનિકરીત કોઈ શોધ કરવામા નથી આવી. તેને માટે નિયંત્રિત માહોલમાં પ્રયોગ કરવાની જરૂર છે. પરંતુ એ લોકોની મદદની જરૂર નથી, જે પોતાને ઘોસ્ટ હંટર, તાંત્રિક કહીને લોકોને મુર્ખ બનાવે છે. લાખો ફોટા, વીડિયો અને ઓડિયો હોવા છતા આજ સુધી ઘોસ્ટ હંટર્સ તેને પકડી કેમ નથી શક્યા. તેની પાછળ બે કારણ હોઈ શકે છે- પહેલું કે, ભૂત હોતા જ નથી. તે માત્ર લોકોના મગજનો વહેમ છે. બીજુ એ કે, ભૂત હોય છે પરંતુ આપણી પાસે વૈજ્ઞાનિક રીત નથી, જે તેમની હાજરીનો પુરાવો આપી શકે.

Top News

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીએ કહ્યું- આપણા પર છવાયેલા વાદળો દૂર થઈ ગયા છે

હિંડનબર્ગના આરોપો પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી ક્લીન ચીટ મળ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના...
Business 
SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીએ કહ્યું- આપણા પર છવાયેલા વાદળો દૂર થઈ ગયા છે

એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર

બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હાહાકાર મચી ગયો...
National 
એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર

‘જ્યારે લીડ 13-0 અથવા 10-1ની હોય તો તેને રાઇવલરી ન કહેવાય’, સૂર્યકુમારે પાકિસ્તાનને અરીસો બતાવ્યો

રવિવાર 21 સપ્ટેમ્બરના રોજ ભારતીય એશિયા કપના સુપર-4માં પાકિસ્તાનની ટીમને 6 વિકેટથી હરાવી. છેલ્લા 8 દિવસમાં ભારતે પાકિસ્તાની ટીમને બીજી...
Sports 
‘જ્યારે લીડ 13-0 અથવા 10-1ની હોય તો તેને રાઇવલરી ન કહેવાય’, સૂર્યકુમારે પાકિસ્તાનને અરીસો બતાવ્યો

'અમે સંત નથી' એવું ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કોના માટે કહ્યું?

પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોષ્ટ મુકી છે જે...
Politics 
'અમે સંત નથી' એવું ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કોના માટે કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.