‘જ્યારે લીડ 13-0 અથવા 10-1ની હોય તો તેને રાઇવલરી ન કહેવાય’, સૂર્યકુમારે પાકિસ્તાનને અરીસો બતાવ્યો

રવિવાર 21 સપ્ટેમ્બરના રોજ ભારતીય એશિયા કપના સુપર-4માં પાકિસ્તાનની ટીમને 6 વિકેટથી હરાવી. છેલ્લા 8 દિવસમાં ભારતે પાકિસ્તાની ટીમને બીજી વખત હરાવી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ જીતીને મેદાન પર પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવ્યું. એટલું જ નહીં મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં વાગ્યા પર મીઠું-મરચું વધારાનું ભભરાવ્યું. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવને ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાઈવલરી પર સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના પર તેણે એક એવો સ્પષ્ટ જવાબ આપ્યો, જેણે ન માત્ર પાકિસ્તાન, પરંતુ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવને સવાલ પૂછનાર વ્યક્તિ બીજું કોઈ નહીં, પરંતુ એક પાકિસ્તાની પત્રકાર હતો. તેણે ભારતીય કેપ્ટનને પાકિસ્તાનના પ્રદર્શન અને આ જૂની અને ઐતિહાસિક રાઈવલરી પર ટિપ્પણી કરવા કહ્યું. તેણે સ્પષ્ટ કહ્યું કે, ‘હું આ સવાલનો જવાબ એક વાત કહીને આપવા માગુ છું. મને લાગે છે કે તમારે હવે ભારત-પાકિસ્તાન રાઈવલરી બાબતે સવાલ પૂછવાનું બંધ કરવું જોઈએ.

surya-kumar-yadav3
espncricinfo.com

સૂર્યકુમાર યાદવે વધુમાં કહ્યું કે, ‘જો બંને ટીમો 15-20 મેચ રમે અને સ્કોર 7-7 કે 8-7 હોય તો તમે તેને સારી ક્રિકેટ અને રાઈવલરી કહી શકો છો. હું બધા આંકડા તો નથી જાણતો, પરંતુ જો 13-0 કે 10-1નો સ્કોર હોય તો મને નથી લાગતું કે કોઈ રાઈવલરી રહી ગઈ છે. અમારી ટીમે પાકિસ્તાન કરતા વધુ સારી ક્રિકેટ રમી છે, અને અમારી બોલિંગ પણ સારી રહી છે.

જો રેકોર્ડ જોઈએ તો છેલ્લી કેટલાક મેચોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાઈવલરી ન બરાબર છે. આવું એટલા માટે કારણ કે ભારતે છેલ્લા 15 વર્ષથી પાકિસ્તાન પર પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી 31 મેચોમાંથી 23 મેચોમાં ભારતે જીત મેળવી છે. હાર એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાને તેની ક્ષમતા કરતા વધુ પ્રદર્શન કર્યું છે.

surya-kumar-yadav1
espncricinfo.com

જાહેર છે કે, ભારતીય કેપ્ટનની આ ટિપ્પણી પાકિસ્તાનીઓને સારી ન લાગે તેવી હતી અને એવું જ થયું. એક પાકિસ્તાની ફેને તરત જ ટિપ્પણી કરી કે રાઈવલરીનો નિર્ણય માત્ર તાજેતરની મેચો દ્વારા ન લેવો જોઈએ. બંને દેશો વચ્ચેની આ મેચના લાંબા ઇતિહાસને ધ્યાનમાં લેવો જોઈએ. કેટલાક ફેને એવી પણ દલીલ કરી હતી કે કુલ મેચોમાં પાકિસ્તાન હજુ પણ ભારત પર આગળ છે.

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 210 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં પાકિસ્તાને 88 જીત મેળવી છે, જ્યારે ભારતે 78 જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાને 12 મેચ જીતી છે, જ્યારે ભારતે 9 મેચ જીતી છે. જોકે, ભારત વન-ડેમાં પાકિસ્તાનથી આગળ છે. અહીં ભારતે 58 મેચ જીતી છે અને પાકિસ્તાને 43 મેચ જીતી છે. આ દરમિયાન T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતે 11 વખત પાકિસ્તાનને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાને માત્ર 3 મેચ જીતી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.