- National
- શું પ્રો મેક્સ શખ્સ છે! ટ્રેનમાં કુલર લઈને પહોંચી ગયો પેસેન્જર, ઉપરની બર્થ પર...
શું પ્રો મેક્સ શખ્સ છે! ટ્રેનમાં કુલર લઈને પહોંચી ગયો પેસેન્જર, ઉપરની બર્થ પર...
સોશિયલ મીડિયાના આ જમાનામાં જોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહેતું હોય છે, ક્યારેક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી સામગ્રીને લઈને લોકોમાં રોષ પણ વ્યાપી જતો હોય છે, તો ક્યારેક લોકો દંગ રહી જતા હોય છે. એવી જ રીતે હવે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રેન કોચની અંદરનું દૃશ્ય જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક મુસાફર પોતાની સીટ પર આરામથી સૂઈ રહ્યો છે અને તેની બાજુમાં એક મોટું કુલર રાખવામાં આવ્યું છે. જી હાં, તમે બરાબર સાંભળ્યું. ટ્રેનના ડબ્બામાં ન માત્ર કુલર લગાવવામાં આવ્યું છે, પરંતુ તે તેને ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી લોકો રેલવેને ACની ફરિયાદ કરતા આવ્યા છે, પરંતુ આ મુસાફરે પોતાના જુગાડથી ટ્રેનને મિની AC કોચ બનાવી દીધી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કુલરને વાયર સાથે જોડીને ચલાવવામાં આવ્યું છે અને તેની સામે બેઠેલા મુસાફરો મજા લઈ રહ્યા છે. આ દૃશ્ય એક સામાન્ય રેલવે કોચનું છે, પરંતુ કુલરને જોઈને એવું લાગે છે કે તે કોઈ ઘરનો ડ્રોઈંગ રૂમ બની ગયો હોય. કુલ મળીને આ વીડિયોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતમાં જુગાડની કોઈ કમી નથી. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય. ભારતીય મુસાફરો પોતાની સુવિધાઓ જાતે બનાવવામાં નિષ્ણાત છે. હવે જોવાનું એ છે કે રેલવે આ બાબતે શું કાર્યવાહી કરે છે કે પછી મજાકમાં ટાળી દે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે મુસાફર કુલર સાથે ટ્રેનમાં કેવી રીતે ચઢ્યો? શું કોઈએ રોક-ટોક ન કરી? સામાન્ય રીતે ટ્રેનમાં લગાવવામાં આવતી સ્વીચ ફોન અને લેપટોપ ચાર્જ કરવા માટે હોય છે.
https://x.com/Taza_Tamacha/status/1962507781942153639
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે તેને 'ભારતીય જુગાડ'નો શ્રેષ્ઠ નમૂનો ગણાવ્યો છે, જ્યારે કેટલાકે લખ્યું છે કે ‘આ ભારતીય રેલવેનું અસલી અપગ્રેડ છે.’ તો, કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યો કે રેલવેની મંજૂરી વિના કોચમાં આ રીતે કુલર કેવી રીતે લગાવવામાં આવ્યું. જો કોઈ શૉર્ટ સર્કિટ થઈ જતું કે વાયરિંગમાં સમસ્યા આવી હોત તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી. આ વીડિયો @Taza_Tamacha નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

