- Tech and Auto
- ભારતના પ્રથમ એવા સાર્વજનિક EV ચાર્જિંગ પ્લાઝાનું ઉદ્ઘાટન
ભારતના પ્રથમ એવા સાર્વજનિક EV ચાર્જિંગ પ્લાઝાનું ઉદ્ઘાટન

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યુ હતું કે, બદલાતી ઉર્જા કાર્યદક્ષતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઇ-પરિવહનને પ્રોત્સાહન આપવાના આશય સાથે કેન્દ્રીય ઉર્જા, નવી અને અક્ષય ઉર્જા મંત્રી આર.કે. સિંહે ભારતમાં સૌપ્રથમ સાર્વજનિક EV (ઇલેક્ટ્રિક વાહન) ચાર્જિંગ પ્લાઝાનું ગઇકાલે કેલ્મ્સફોર્ડ ક્લબ ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આર.કે. સિંહે જણાવ્યું હતું કે, EV ચાર્જિંગ પ્લાઝા ભારતમાં ઇ-પરિવહન સર્વવ્યાપકતા માટે નવું મુકામ છે અને તે અનુકૂળ છે. આવી નવીનતમ પહેલ દેશમાં મોટાપાયે અને મજબૂત રીતે ઇ-પરિવહન ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે જરૂરી છે.
તેમણે સલામતી અને કાર્યદક્ષતા માટે ઇન્ડોર હવાની ગુણવત્તા સુધારવા માટે એર-કન્ડિશનિંગના રીટ્રોફિટ (RAISE) રાષ્ટ્રીય કાર્યક્રમનો પણ પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમના આરંભ પ્રસંગે આર.કે. સિંહે જણાવ્યું હતું કે, RAISE પહેલ સમગ્ર દેશમાં કાર્યસ્થળોએ ખરાબ હવાની ગુણવત્તાને દૂર કરવાની સંભાવના ધરાવે છે અને દેશને વધુ સ્વાસ્થ્યપ્રદ તેમજ હરિત બનાવવાની દિશામાં મોખરાની રીતો પૂરી પાડવાની સંભાવના ધરાવે છે.
Our one-of-a-kind #EV charging plaza, at Rafi Marg New Delhi, in collaboration with @tweetndmc is aimed at a wide spectrum of users, with its multiple charging specifications. It will enhance convenience & make #EVs an attractive proposition. #iCommit @MinOfPower pic.twitter.com/mOdy01EMCH
— EESL India (@EESL_India) July 20, 2020
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભારતમા હવાની નબળી ગુણવત્તા ચિંતાનો વિષય છે અને કોવિડ-19 મહામારીના કારણે તે વધુ મહત્વપૂર્ણ બની ગયો છે. લોકો તેમના ઘરો અને ખુલ્લી જગ્યાઓમાં પાછા આવી રહ્યા છે તેથી ઇન્ડોર હવાની ગુણવત્તા સારી જળવાઇ રહે તે દરેક વ્યક્તિની આરામદાયકતા, સુખાકારી, ઉત્પાદનક્ષમતા અને એકંદરે જાહેર આરોગ્ય માટે આવશ્યક છે.
Related Posts
Top News
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Opinion
