યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

આજે પણ ભારતમાં લોકો ટુ-વ્હીલર વધુ પસંદ કરે છે. દેશમાં ઘણી ટુ-વ્હીલર કંપનીઓ છે, જે તેમના વાહનોમાં નવા નવા અપડેટ કરતી રહે છે. જો તમને પણ સ્કૂટર ગમે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. ખરેખર યામાહાએ ભારતીય બજારમાં તેના 2 Fi હાઇબ્રિડ સ્કૂટર રજૂ કર્યા છે. હવે યામાહા પાસે Fascino Fi Hybrid 125 અને RayZR 125 Fi Hybrid છે. તમને યામાહાના નવા સ્કૂટરમાં હાઇ-ટેક ફીચર્સ જોવા મળશે, સાથે જ સ્કૂટરમાં નવા કલર વિકલ્પો પણ ઉમેરવામાં આવ્યા છે. કંપનીએ આ સ્કૂટરમાં 'Enhanced Power Assist' (EPA) ફીચર ઉમેર્યું છે, જે યામાહાની મૂળ ટેકનોલોજી પર આધારિત છે. ચાલો જાણીએ આ સ્કૂટરના ફીચર્સ, માઇલેજ અને કિંમત વિશે.

Yamaha Fascino 125 RayZR 125 Fi Hybrid
timesnownews.com

Yamaha RayZR 125 Fi Hybridના આ સ્કૂટરમાં, તમને 125 cc બ્લુ કોર હાઇબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.2 PS અને 10.3 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં ડિસ્ક બ્રેક સિસ્ટમ છે, જે સ્કૂટરને ખૂબ જ સરળતાથી નિયંત્રિત કરે છે. અહીં તમને જણાવી દઈએ કે, આ સ્કૂટરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, LED હેડલાઇટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્કૂટરનું કર્બ વજન 99 કિલો છે. RayZR 125 Fi હાઇબ્રિડના માઇલેજ વિશે વાત કરીએ તો, આ સ્કૂટર 71.33 kmplની શાનદાર માઇલેજ આપે છે.

Yamaha Fascino 125
bikeadvice.in

જ્યારે Yamaha Fascino 125 Fi હાઇબ્રિડ વિશે વાત કરીએ તો, આ સ્કૂટરમાં 125cc એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.2 PS અને 10.3 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, LED હેડલાઇટ, LED ટેલ લાઇટ, DRL આપવામાં આવ્યા છે, જે દેખાવે એકદમ મસ્ક્યુલર લાગે છે. Fascino 125 Fi હાઇબ્રિડના માઇલેજ વિશે વાત કરીએ તો, આ સ્કૂટર 68.75 kmplની માઇલેજ આપે છે. આ સ્કૂટરમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે, જેના કારણે સ્કૂટર સરળતાથી નિયંત્રિત થાય છે.

Yamaha Fascino 125 RayZR 125 Fi Hybrid
thedailyjagran.com

Yamaha Fascino 125 Fi હાઇબ્રિડની કિંમત વિશે વાત કરીએ તો, તેની (એક્સ-શોરૂમ) કિંમત 94,090 રૂપિયા છે. જ્યારે, Yamaha RayZR 125 Fi Hybrid (એક્સ-શોરૂમ)ની કિંમત 88,000 રૂપિયા છે. બંને સ્કૂટરમાં શાનદાર સુવિધાઓ ઉમેરવામાં આવી છે અને નવા રંગ વિકલ્પો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.