OLAએ રજુ કરી 5 લાખની ઇલેક્ટ્રિક બાઇક 'ડાયમંડહેડ', 2 સેકન્ડમાં સ્પીડ... ADASની સલામતી

ઓલા ઇલેક્ટ્રિકે તેના સંકલ્પ 2025 ઇવેન્ટ દરમિયાન તેની બીજી ઇલેક્ટ્રિક બાઇક ડાયમંડહેડનું અનાવરણ કર્યું છે. હાલમાં, કંપનીએ તેનું પ્રોટોટાઇપ મોડેલ વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે, તેનું ઉત્પાદન 2027માં શરૂ થશે. સાયન્સ ફિક્શન ફિલ્મોમાં ઉપયોગમાં લેવાતી ભવિષ્યવાદી ડિઝાઇનવાળી આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલની કિંમત 5 લાખ રૂપિયા હોવાની અપેક્ષા છે.

દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ, તે બજારમાં ઉપલબ્ધ અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક બાઇકથી સંપૂર્ણપણે અલગ છે. ICE (પેટ્રોલ) સંસ્કરણમાં પણ, ભારતીય બજારમાં આવી કોઈ બાઇક ઉપલબ્ધ નથી. ડાયમંડહેડમાં અદ્યતન ડિઝાઇન બનાવવામાં આવી છે. તેના નામ પ્રમાણે, તેમાં હીરા આકારનો ફ્રન્ટ એન્ડ, એક આકર્ષક આડી LED લાઇટ સ્ટ્રીપ, દેખાવે અલગ હેડલેમ્પ અને શાર્પ રીઅર સેક્શન છે. આ બાઇકમાં સ્લીક બોડી પેનલ છે, જે તેને અન્ય ઇલેક્ટ્રિક મોટરસાઇકલથી અલગ બનાવે છે.

Ola-Diamondhead1
timesbull.com

ઓલા ઇલેક્ટ્રિક કહે છે કે, કંપની ડાયમંડહેડના ઉત્પાદનમાં સ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમ, કાર્બન ફાઇબર અને મેગ્નેશિયમ જેવી હળવા વજનની સામગ્રીનો ઉપયોગ કરશે. જેથી ભારે ડિઝાઇન હોવા છતાં, બાઇકનું વજન હળવું રાખી શકાય અને તેનું પ્રદર્શન સારું રહે. કંપનીએ દાવો કર્યો છે કે, આ મોટરસાઇકલ માત્ર 2 સેકન્ડમાં 0થી 100 Km/hની ઝડપ પકડી શકે છે.

Ola-Diamondhead3
timesbull.com

જ્યારે મોટરસાઇકલમાં સક્રિય એરોડાયનેમિક્સ અને અનુકૂલનશીલ સસ્પેન્શન જેવા ફીચર્સ છેલ્લા કેટલાક સમયથી હાજર છે, ત્યારે ડાયમંડહેડ પણ સક્રિય એર્ગોનોમિક્સ સાથે આવશે. આ ફીચરનો હેતુ મુસાફરને મુસાફરી દરમિયાન હેન્ડલબાર અથવા ફૂટ પેગને સમાયોજિત કરીને બાઇકના કાર્યો પર વધુ સારું નિયંત્રણ જાળવવામાં મદદ કરવાનો છે. એટલે કે, આ ફીચર રાઇડિંગ પોઝિશન અનુસાર હેન્ડલબાર અને ફૂટપેગને ફેરવશે.

Ola-Diamondhead5
ackodrive.com

આ ઉપરાંત, ડાયમંડહેડમાં કાર જેવી જ એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), ટ્રેક્શન કંટ્રોલ અને AI ઇન્ટિગ્રેશન જેવી સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવી રહ્યા છે. તેના ADAS સ્યુટમાં એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ, ફ્રન્ટ કોલિઝન એલર્ટ, તેમજ ટેરેન-સ્પેસિફિક ટ્રેક્શન મેનેજમેન્ટ અને ABS જેવી ફીચર્સ શામેલ છે. કંપની મોટરસાઇકલને ઓલા દ્વારા વિકસિત 'સ્માર્ટ AR' હેલ્મેટ અને સ્માર્ટ વેરેબલ્સ સાથે જોડીને એક પ્રકારની ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

Ola-Diamondhead
ndtv.com

ઓલા આ ઇલેક્ટ્રિક બાઇકમાં પોતાની બનાવેલી ભારત સેલ 4680 બેટરીનો ઉપયોગ કરશે. હાલમાં, કંપની આ બેટરી પેક પર કામ કરી રહી છે, જેથી લોન્ચ સમયે તેની શક્તિ અને પ્રદર્શનમાં વધુ સુધારો કરી શકાય. જોકે, કંપનીએ હજુ સુધી આ ઇલેક્ટ્રિક બાઇકની રેન્જ અને પ્રદર્શન વિશે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ ઓલા ઇલેક્ટ્રિકના સ્થાપક ભાવિશ અગ્રવાલે કહ્યું, 'ડાયમંડહેડ અત્યાર સુધીની સૌથી અદ્ભુત બાઇક હશે. તે વિશ્વમાં પર્ફોર્મન્સ બાઇકિંગને સંપૂર્ણપણે નવી કલ્પના સાકાર કરશે.'

Ola-Diamondhead5
ackodrive.com

ઓલા ઇલેક્ટ્રિકે બે વર્ષ પહેલાં ડાયમંડહેડ કોન્સેપ્ટ પણ બતાવ્યો હતો. પરંતુ આ વખતે, તેમાં ઘણી બધી સુવિધાઓ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના વિશે કંપની દાવો કરે છે કે, આ સુવિધાઓ વિશ્વમાં પહેલીવાર બાઇકમાં આપવામાં આવી રહી છે. જેમ કે એક્ટિવ એર્ગોનોમિક્સ વગેરે. હાલમાં, આ એક પ્રોટોટાઇપ મોડેલ છે અને કંપની તેને 2027 સુધીમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે. જો કિંમતની વાત કરીએ તો, કંપની હાલમાં તેના માટે 5 લાખ રૂપિયાનું લક્ષ્ય રાખી રહી છે. લોન્ચ સમયે વાસ્તવિક કિંમત જાહેર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.