- Tech and Auto
- કેમ વહેલી સવારે બંધ થઈ ગયું હતું યૂટ્યૂબ
કેમ વહેલી સવારે બંધ થઈ ગયું હતું યૂટ્યૂબ

દુનિયા ભરમાં સોશિયલ મીડિયાનું પ્રખ્યાત પ્લેટફોર્મ યૂટ્યૂબ વહેલી સવારે ઠપ થયા બાદ ફરી પૂર્વવત થયું છે. યૂટ્યૂબનું સર્વર ડાઉન થતા દુનિયાભરના કરોડો યૂટ્યૂબ યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા હતા. સર્વર ડાઉન હોવાના કારણે લોકો વીડિયો જોઈ કે અપલોડ કરી શકતા ન હતા. યૂટ્યૂબ પર કોઈ પણ વીડિયો સર્ચ કરવામાં આવતા યુઝર્સને એરર નજરે પડતી હતી. યૂટ્યૂબ પર એરર દેખાડવાના કારણે મોટા પ્રમાણમાં યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયામાં આ અંગેના મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. સવારના 7:15 થી 8:30 સુધી યૂટ્યૂબ બંધ હતુ. યૂટ્યૂબનો કોઈ પણ યુઝર વીડિયો સર્ચ કરવાનો અથવા તો અપલોડ કરવાનો પ્રયત્ન કરે તો 500 નામની એક એરર આવતી હતી.
Thanks for your reports about YouTube, YouTube TV and YouTube Music access issues. We're working on resolving this and will let you know once fixed. We apologize for any inconvenience this may cause and will keep you updated.
— Team YouTube (@TeamYouTube) October 17, 2018
આ એરર આવવા મામલે યુઝર્સ દ્વારા મોટી સંખ્યામાં મેસેજ વાયરલ કરવામાં આવતા યૂટ્યૂબે ટ્વિટર પર આ બબાતે ખુલાસો આપતી પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. આ ટ્વિટમાં યૂટ્યૂબે જણાવ્યું હતું કે, YouTube, YouTube TV અને YouTube મ્યુઝીકના ઍક્સેસ સમયે આવતી સમસ્યાઓ અંગે રિપોર્ટ કરવા બદલ તમારો આભાર અને અમે આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે કાર્ય કરી રહ્યાં છીએ અને તે સમસ્યા ઉકેલાયા બાદ તે અંગે જાણ કરવામાં આવશે. આ માટે થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
Related Posts
Top News
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું
Opinion
