શું Apple પણ કરી રહી છે Nokia જેવી ભૂલ? આ ફીચરને કારણે બગડી શકે છે ખેલ

શું Apple પણ Nokiaવાળી ભૂલ કરી રહી છે? આ સવાલ ઘણી વખત ઓફિસમાં અથવા ટેક્નોલોજીના જાણકારો સાથે ચર્ચા કરતા આવી જાય છે. તેનું કારણ છે કે AI. એક સમય હતો જ્યારે Nokia ફોન દુનિયામાં ખૂબ જ લોકપ્રિય હતા. પછી જેમ્સ બોન્ડની ફિલ્મ હોય કે સામાન્ય માણસના ખિસ્સામાં, Nokiaનું કોઈક ને કોઈક મોડલ જોવા મળી જતું હતું. પછી માર્કેટમાં iOS પર કામ કરનારા iPhones અને Googleના Androidની એન્ટ્રી થઈ. Nokia લાંબા સમય સુધી Symbian OS પર બેઝ્ડ પોતાના ફોન લોન્ચ કરતી રહી. જ્યારે અન્ય કંપનીઓ Android પર સ્વિચ કરી ચૂકી હતી, ત્યારે Nokia પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પર અટકી રહી હતી. પરિણામ એ આવ્યું કે Nokia Android પર પહોંચી ત્યાં સુધીમાં દુનિયા તેને ભૂલી ચૂકી હતી.

શું Apple પણ Nokia જેવી જ ભૂલ કરી રહી છે?

એવામાં સવાલ ઊઠે છે કે, શું Apple પણ Nokia જેવી જ ભૂલ કરી રહી છે. આ સવાલ એટલે ઊઠે છે કારણ કે AIનું ઇન્ટિગ્રેશન ઝડપથી વધી રહ્યું છે. ઘણા સ્માર્ટફોન Google Gemini સાથે આવવા લાગ્યા છે. Samsung આગળ વધતા તેનું ઇન્ટિગ્રેશનને નેક્સ્ટ લેવલ પર લઈ પહોંચાડી દીધું છે. iPhone સાથે આવું નથી. iPhone નિર્માતા Apple અત્યારે પણ પોતાના AI પ્લાનને લઈને મૂંઝવણમાં લાગે છે. ઓછામાં ઓછું લોકોના મનમાં તો બ્રાન્ડની આવી જ છબી છે. Geminiનું ઇન્ટિગ્રેશન Samsung, Oneplus અને અન્ય બ્રાન્ડના ફોનમાં થઈ ચૂક્યું છે, પરંતુ iPhoneમાં અત્યારે પણ એક મેચ્યોર AIનો અભાવ છે.

iPhone4
bbc.com

કંપનીએ Apple ઇન્ટેલિજન્સ લોન્ચ કરી દીધું છે, પરંતુ તે અધૂરું-અધૂરું લાગે છે. એવું લાગે છે કે કંપની રેસમાં પાછળ રહેવાનો ડર સતાવી રહ્યો હતો અને બ્રાન્ડે તેને ઉતાવળમાં લોન્ચ કરી દીધું. Gemini ઘણા કામને Apple Intelligence કરતા વધુ સારી રીતે કરી રહી છે. તાજેતરમાં થયેલા WWDC ઇવેન્ટમાં કંપનીએ iOS 26ની જાહેરાત કરી હતી, પરંતુ તેમાં કંઈ નવું ન લાગ્યું. મોટાભાગના અપડેટ્સ એવા હતા કે એન્ડ્રોઇડ યુઝર્સ લાંબા સમયથી તેનો ઉપયોગ કરી રહ્યા છે. તો કેટલાક એવા પણ હતા જે Gemini દ્વારા એન્ડ્રોઇડ ફોનમાં જોડાઈ ચૂક્યા હતા.

કંપનીએ Siriના અપડેટ માટે 2026નો સમય નક્કી કર્યો છે. જો તમે iPhone પર ઉપલબ્ધ AIનો ઉપયોગ કરશો, તો તમને આવો જ અનુભવ ChatGPT એપ પર પણ મળી જશે. એટલે કે, કંપનીએ એવું કંઈ કર્યું નથી જેનાથી એવું લાગે કે iPhone એક અલગ એક્સપીરિયન્સ આપી રહ્યો છે. તો AndroidGoogle Assistantને Gemini સાથે રિપ્લેસ કરી દીધું છે. જો તમે પેઇડ વર્ઝન ખરીદો છો, તો તમને ઘણી એકસક્લૂઝિવ સર્વિસિસ મળી જશે.

iPhone3
businessinsider.com

બીજી તરફ Apple સામે પડકાર એ છે કે માર્કેટમાં ઘણા સમયથી જૂના ફોન્સની ઉપસ્થિતિ છે. Apple Intelligenceનું ફીચર તમને iPhone 15 Pro સીરિઝ સાથે મળવાનો શરૂ થયો છે. જ્યારે માર્કેટમાં અત્યારે પણ iPhone 13, iPhone 14 અને iPhone 15 સીરિઝ વેચાઈ રહી છે. ઓછી કિંમતને કારણે લોકોને જૂના iPhone મોડલ લોકોને વધુ આકર્ષિત કરે છે. એવામાં Apple Intelligenceના લોકો સુધી પહોંચવા માટે iPhone 16 સીરિઝને જૂની થવી પડશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.