- Tech and Auto
- લાંબા સમયથી જેની હોહા થઈ રહી હતી તે સેમસંગના Galaxy Z Flip 7માં શું છે ખાસ?
લાંબા સમયથી જેની હોહા થઈ રહી હતી તે સેમસંગના Galaxy Z Flip 7માં શું છે ખાસ?
સેમસંગે પોતાનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flip7 લોન્ચ કરી દીધો છે. આ ફોન નાનો, સ્ટાઇલિશ અને ખિસ્સામાં ફિટ થઈ જાય તેવો છે, પરંતુ તેના ફીચર્સ કોઈપણ મોટા ફ્લેગશિપ કરતા ઓછા નથી. Galaxy Z Flip7માં હવે તમને એક નવી Edge-to-Edge FlexWindow મળે છે, જે પહેલા કરતા મોટો, બ્રાઇડ અને ફાસ્ટ છે.
આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત એ છે કે, તેનો AI-પાવર્ડ ફ્લેક્સવિન્ડો છે. હવે તમે ફોન ખોલ્યા વિના મેસેજ વાંચી શકો છો, જવાબ આપી શકો છો, કેમેરા ચલાવી શકો છો અને AI વોઇસ આસિસ્ટન્ટથી વાત પણ કરી શકો છો. તેમાં સેમસંગનું નવું One UI 8 અને એન્ડ્રોઇડ 16 આપવામાં આવ્યું છે, જે મલ્ટીટાસ્કિંગ અને પર્સનલાઇઝેશનને વધુ સરળ બનાવે છે.
ફોનનું બિલ્ડ પણ પહેલા કરતા વધુ મજબૂત છે. આ અત્યાર સુધીનો સૌથી પાતળો અને હલકો Galaxy Z Flip છે. તેનું વજન માત્ર 188 ગ્રામ છે અને જ્યારે ફોલ્ડ થાય છે તો તેની જાડાઈ માત્ર 13.7mm રહે છે. તેમાં Armor Aluminum Frame અને Gorilla Glass Victus 2નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી આ ફોન રોજિંદા ઉપયોગમાં પણ સરળતાથી ટકી રહે છે.
ફોટોગ્રાફીની વાત કરીએ તો, Galaxy Z Flip7માં 50MP મુખ્ય કેમેરા અને 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા મળે છે. સેલ્ફી લેવા માટે તમારે સ્ક્રીન ખોલવાની જરૂરિયાત નથી. FlexWindowથી જ તમે કેમેરા ચાલુ કરી શકો છો, Zoom Sliderથી ઝૂમ કરી શકો છો અને રીઅલ-ટાઇમ ફિલ્ટર્સથી ફોટા એડિટ કરી શકો છો. સાથે જ ડ્યૂઅલ પ્રિવ્યૂ ફીચર સાથે, ફોટો ખેંચનાર અને ફોટામાં ઊભી વ્યક્તિ બંને એક સાથે પ્રિવ્યૂ જોઈ શકે છે. ફોનમાં 4300 mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે ચાર્જ કર્યા વિના 31 કલાક સુધી વીડિયો ચલાવી શકે છે. Galaxy Z Flip7માં Samsung DeX સપોર્ટ પણ આપવામાં આવ્યો છે, જેથી તમે તેને મિની લેપટોપ તરીકે ઉપયોગ કરી શકો છો.
AIની મદદથી હવે તમે પોતાના FlexWindow પર Gemini Liveનો ઉપયોગ કરી શકો છો. બસ પોતાના અવાજથી ફ્લાઇટની માહિતી મેળવો, રેસ્ટોરાં સર્ચ કરો અથવા રિમાઇન્ડર સેટ કરો. Gemini કેમેરાથી પણ મદદ કરે છે, જેમ કે જો તમે પૂછો કે, ‘શું આ ડ્રેસ શિયાળાના હવામાન માટે ઠીક છે?’ તો Gemini Live તરત જ જવાબ આપશે.
આ સાથે જ Samsungએ Galaxy Z Flip7 FE વર્ઝન પણ રજૂ કર્યું છે, જે થોડી ઓછી કિંમતે ફોલ્ડેબલ અનુભવ આપવા માગે છે. Galaxy Z Flip7નું પ્રી-ઓર્ડર બુકિંગ 9 જુલાઈથી શરૂ થઈ ગયું છે અને વેચાણ 25 જુલાઈથી શરૂ થશે. તે Blue Shadow, Jet Black, Coral Red અને Mint કલરમાં (માત્ર ઓનલાઈન) મળશે.

