- Offbeat
- વેપારીને મળ્યો 16 નખવાળો કાચબો, ખૂબ જ શુભ માનવામાં આવે છે
વેપારીને મળ્યો 16 નખવાળો કાચબો, ખૂબ જ શુભ માનવામાં આવે છે
મધ્ય પ્રદેશના બેતૂલમાં એક દુર્લભ પ્રજાતિનો કાચબો મળ્યો છે. કાળું કવચ હોવના કારણે તેને બ્લેક શેડ નામની પણ ઓળખવામાં આવે છે. આતંરરાષ્ટ્રીય બજારમાં તેની સારી એવી કિંમત માનવામાં આવી રહી છે. વાસ્તુ શાસ્ત્રમાં આ કાચબાને શુભ માનવામાં આવે છે. તેને ઘર પર રાખવાથી સુખ શાંતિ આવે છે અને ધન લાભ પણ થાય છે.

જાણકારોનું કહેવું છે કે, આ કાચબાની ખાસિયત એ છે કે તે ઘાંસ ખાય છે. સાથે જ તે પાણીમાં ઓછો રહે છે અને જમીન પર વધારે રહે છે. તેના એક પગ પર 4 નખ હોય છે. 16 નખવાળા આ કાચબાને લોકો લકી માને છે. સામાન્ય રીતે તે ભાગ્યે જ જોવા મળે છે. પણ તેને ઘરોમાં રાખવો ગેરકાયદેસર છે.

બેતૂલમાં આ દુર્લભ કાળા કવચવાળો કાચબો વેપારી બ્રિજ કપૂરને મળ્યો છે. જેને વેપારીએ વન વિભાગને સોંપી દીધો છે. વેપારી બ્રિજ કપૂરનું કહેવું છે કે, વરસાદ દરમિયાન તેમને આ કાચબો પાણીમાં વહેતો દેખાયો.

બ્રિજ કપૂરે જણાવ્યું કે, 10 દિવસ સુધી કાચબાને ઘરે રાખ્યા પછી અમને લાગ્યું કે તેનો યોગ્ય વિકાસ થઇ શકશે નહીં. ઘરે કાળા કવચવાળા કાચબાને રાખવાથી બરકત આવે છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ તેમ છતાં અમે તેને વન વિભાગને સોંપી દીધો. જેથી તેની યોગ્ય રીતે સંભાળ થઇ શકે.

બૈતૂલના વન રક્ષક ચંદ્રશેખરનું કહેવું છે કે, આ કાચબો વેપારી બ્રિજ કપૂરના ઘરેથી મળ્યો છે. 10 દિવસ પહેલા વરસાદ દરમિયાન તેમને રસ્તા પર મળ્યો હતો. ત્યાર પછી વેપારીઅ કાચબાની સંભાળ કરી. પણ 10 દિવસ પછી તેમણે કાચબાને વન વિભાગને સોંપી દીધો. આ દુર્લભ પ્રજાતિના કાચબાને નદીમાં છોડી દેવામાં આવશે.
જાણ હોય તો કાચબાને શાસ્ત્રના હિસાબે શુભ માનવામાં આવે છે. તેને ઉત્તર દિશાનો સંરક્ષક માનવામાં આવે છે. કાચબો ઉંમરને વધારનાર અને જીવનમાં પ્રગતિ આપે છે. સનાતન ધર્મ મુજબ કાચબાને શુભતાનો પ્રતીક માનવામાં આવે છે. તો વળી કાચબાના પ્રતીકને ક્યારે પણ બેડરૂમમાં રાખવું જોઈએ નહીં. તેને ડ્રોઈંગ રૂમમાં જ રાખવો યોગ્ય ગણાય છે. એવી માન્યતા છે કે કાચબાના પ્રતીકને ઘરમાં રાખવાથી સતત આર્થિક ઉન્નતિ પ્રાપ્ત થઇ શકે છે.

