એક ઝટકામાં કરોડપતિ બની ગયો ડિલીવરી બોય, 2 કરોડની ગાડીમાં ફરે છે

એક એમેઝોન ડિલીવરી બોયે વર્ષોની મહેનત પછી આશરે 66 હજાર રૂપિયાની બચત કરી હતી. જેના પછી તેણે એક મોટું રિસ્ક લીધું હતું. તેણે બધા પૈસા ક્રિપ્ટોકરન્સીમાં રોક્યા હતા. હવે 28 વર્ષની ઉંમરમાં તે કરોડપતિ બની ગયો છે. આ યુવાનનું નામ કૈફ ભટ્ટી છે. તે બ્રિટનની રાજધાની લંડનના વેસ્ટ ડ્રેટનનો રહેનારો છે. તેણે કહ્યું કે સ્કૂલમાં ટીચર્સ તેને તેના ક્લાસમેટની સામે અપમાનિત કરતા હતા અને નીચું દેખાડતા હતા. વર્ષ 2017માં યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યા પછી તે એમેઝોન ડિલીવરી બોય તરીકે કામ કરતો હતો.

તે રોજના 14 કલાક કામ કરતો હતો. આ કામના કારણે કૈફ ઉદાસ રહેવા લાગ્યો અને તેને લાગી રહ્યું હતું કે તેની લાઈફ આવી જ રહેશે. પરંતુ પછી કૈફે એક મોટું રિસ્ક લીધું. તેણે પોતાની બધી બચતને ક્રિપ્ટો કરન્સીમાં રોકી દીધા હતા. તેણે તે સમયે Verge નામના એક કોઈનમાં આશરે 66 હજાર રૂપિયા લગાવ્યા હતા. ટૂંક સમયમાં આ કોઈનમાં ઘણી તેજી જોવા મળી હતી. તેણે આ રોકાણથી આશરે 28 લાખ રૂપિયા કમાયા હતા. જેના પછી તેણે એમેઝો નોકરી છોડી દીધી હતી. કૈફે કહ્યું કે મને વિશ્વાસ થઈ રહ્યો ન હતો. આ પહેલા મેં આટલા પૈસા જોયા ન હતા.

 
 
 
View this post on Instagram

A post shared by KB (@kb_ttp)

કૈફે આગળ કહ્યું કે- આ એક અદ્દભૂત અહેસાસ હતો. મને મારી ક્ષમતાઓ અંગે ખબર પડી. તેના પછી હું ક્રિપ્ટો અંગે વધારે જાણકારી મેળવવાનું શરૂ કર્યું હતું. ત્યારે જ મેં નિર્ણય કરી લીધો કે મારે વધારે પૈસા કમાવવા છે. આથી મેં મારું માઈન્ડ સેટ કરી લીધું હતું. કૈફને તેનું રિસ્ક લેવાનું ફળ પણ સારું મળ્યું હતું અને તેની આવક ધીમે ધીમે વધવા લાગી હતી. થોડા મહિનાઓમાં તેણે 5 કરોડ રૂપિયા બનાવી લીધા હતા.

કરોડપતિ બન્યા બાદ તે દુબઈ શિફ્ટ થઈ ગયો હતો. હવે તે પોતાના સપનાની લાઈફ જીવી રહ્યો છે. તેણે પોતાનું 4 કરોડ રૂપિયાનું પેન્ટ હાઉસ અને 2 કરોડ રૂપિયાની મર્સિડિઝ કાર ખરીદી છે. શરૂઆતમાં તેને માતાપિતા તેની નોકરી છોડવા પર રાજી ન હતા પરંતુ જ્યારે કૈફે પૈસા બનાવવાનું શરૂ કર્યું તો તેમના વિચાર બદલાઈ ગયા. હવે તેના માતાપિતા તેની પર ગર્વ કરે છે. તેણે નાની ઉંમરમાં ઘણું બધુ મેળવી લીધું છે.    

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.