- Offbeat
- લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ
એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ તમને પડકારજનક સમયમાં સાથ આપતું નથી. હાં, પરિવારજનોને જરૂર તમારા પ્રત્યે સહાનુભૂતિ હોય શકે છે, પરંતુ તમારે નક્કી કરેલા પસંદ કરાયેલા માર્ગ પર ચાલવું પડશે.
X પર એક વ્યક્તિએ પોતાના મિત્રના આવા જ નિર્ણય બાબતે જણાવતા પોસ્ટ લખી છે, જે Reddit પર પણ વાયરલ થઈ ગઈ. એક શખ્સના મિત્ર પોતાની 25 લાખની નોકરી છોડીને બજારમાં રોકાણ કરતા પહેલા મોટું ચિત્ર જોવા માટે ડિલિવરી બોય બન્યો છે. માતા-પિતાની નારાજગી અને તેના મિત્રોના ટોણા પણ તેને ન રોકી શક્યા.
25 લાખની નોકરી છોડનાર મિત્ર બાબતે જણાવતા @original_ngv નામનો X યુઝર લખે છે કે, ‘હું મજાક કરી રહ્યો નથી, આ સાચું છે. મારા મિત્રના માતા-પિતા રડી રહ્યા હતા અને તેમણે મને તેને સમજાવવા કહ્યું. તેના આગામી વર્ષે લગ્ન થવાના છે અને તેણે તાજેતરમાં એક કાર પણ ખરીદી હતી.
https://twitter.com/original_ngv/status/1996134783592927286?s=20
એ વ્યક્તિ જણાવે છે કે, જ્યારે મેં તેની સાથે વાત કરી, ત્યારે કારણ જાણીને ચોંકી ગયો. તે યુનિવર્સિટીની નજીક રહે છે, જ્યાં ઘણા વિદ્યાર્થીઓ અને ઓફિસ કર્મચારીઓ કામ કરે છે. તે પોતાની નોકરી છોડી રહ્યો છે કારણ કે તે 6 મહિનાના રનવે સાથે ક્લાઉડ કિચન શરૂ કરવા જઈ રહ્યો છે. પરંતુ તે લોન્ચ કરતા પહેલા મેનુ બાબતે જાણવા માગે છે. તેના માટે તે હવે થોડા અઠવાડિયા માટે ડિલિવરી બોય બન્યો છે જેથી તેના વિસ્તારમાં સૌથી લોકપ્રિય ખોરાક બાબતે જાણી શકાય. હવે તેના મનમાં 12 SKU (સ્ટોક-કીપિંગ યુનિટ) છે, જેને તે સસ્તી કિંમતે સારી માત્રામાં વેચી શકે છે. તેનું મોડેલ દર્શાવે છે કે તેને 3-4 મહિનામાં નફો મળવાનો ચાલુ થઈ શકે છે.
X યુઝર તેના મિત્રની પરિસ્થિતિનું વર્ણન કરતા લખે છે કે તેના માતા-પિતા હજુ પણ તેની વિરુદ્ધ છે અને દેખીતી રીતે તેના ઘણા મિત્રોએ તેના નિર્ણયની મજાક ઉડાવી છે. તે મને કહાનીઓ સંભળાવતો રહ્યો છે કે કેવી રીતે ગાર્ડ પણ સીડીને બદલે લિફ્ટનો ઉપયોગ કરવા બદલ તેના પર બૂમો પાડે છે, પરંતુ તે અત્યારે પણ આમ કરી રહ્યો છે, અને હું તેને 100% સપોર્ટ કરું છું. મને આશા છે કે તે તેના માટે સારું રહેશે.
આ પોસ્ટને ન માત્ર X પર, પરંતુ Reddit પર પણ સારી રીચ મળી છે. એક રેડિટ યુઝરે ટ્વીટનો સ્ક્રીનશૉટ શેર કર્યો, જેમાં સમગ્ર બાબત જણાવીને લોકોને પૂછ્યું કા, ‘શું આ એક સમજદારીભર્યું ઉદ્યોગસાહસિક પગલું છે કે બિનજરૂરી જોખમી નિર્ણય? શું તમે કોઈ મિત્રને આમ કરવામાં મદદ કરશો?’
કેટલાક યુઝર્સે આ પગલાને મૂર્ખતાપૂર્ણ હરકત ગણાવી છે અને કહી રહ્યા છે કે ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ વિસ્તાર મુજબ ફ્રીમાં ડેટા પ્રદાન કરે છે. આવું કરવાની કોઈ જરૂર નથી. તો કેટલાક લોકોનું કહેવું છે કે કેટલાક X યુઝર્સ આજકાલ વધુ રીચ અને વ્યૂ મેળવવા માટે કંઈપણ લખે છે, પરંતુ હવે વિશ્વાસ નથી થતો.
રેડિટ અને X યુઝર્સ આ બાબતે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. X પર પોસ્ટ 1 મિલિયન એટલે કે 10 લાખ વખત વખત જોવામાં આવી છે. એવામાં પોસ્ટ પર આવેલી કોમેન્ટની સંખ્યા પણ 550 થી વધુ છે. જ્યારે 20 હજાર યુઝર્સે તેને લાઈક પણ કરી છે. એક યુઝરે પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, તમારા ભવિષ્યને સારું બનાવવા માટે પોતાના લાઈફટાઈમને ઓછો કરવા માટે હિંમતની જરૂર પડે છે.
અન્ય એક યુઝરે કહ્યું કે, એ વ્યક્તિને દિલથી સન્માન. બીજા એક યુઝરે લખ્યું કે, તેની બાબતે અપડેટ્સ આપતા રહેજો. મોટાભાગના યુઝર્સ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ‘ઓલ ધ બેસ્ટ’ કહેતા જોવા મળે છે. તો અપડેટ આપતા X યુઝર @original_ngvએ લખ્યું કે મારો મિત્ર એક શ્રીમંત પરિવારનો છે, તે કદાચ આ જોખમ લઈ રહ્યો છે, પરંતુ તે બીજા લોકોને આવા આવા જોખમો લેવાની સ્પષ્ટ ના પાડી રહ્યો છે.

