- Offbeat
- જાણો પાનેતર અને ઘરચોળા વચ્ચે શું ફરક હોય છે
જાણો પાનેતર અને ઘરચોળા વચ્ચે શું ફરક હોય છે

ચોમાસા પછી અને દિવાળીના નવા દિવસો પછી લગ્નની સિઝન શરૂ થઈ જાય છે. લગ્નના તમામ રીતરિવાજો ખુબ જ અગત્યના હોય છે અને અલગ-અલગ રિવાજો માટે અલગ-અલગ કપડાનું પણ ઘણું મહત્ત્વ હોય છે. ત્યારે લગ્નના રિવાજમાં કન્યા માટે લગ્નમાં સૌથી મહત્ત્વના પોષક હોય તો તેમાં બે સાડીનો સમાવેશ થાય છે. એક સાડીને પાનેતર કહેવામાં આવે છે અને બીજી સાડીને ઘરચોળું કહેવામાં આવે છે. લગ્ન કરનાર કન્યા જાન માંડવે ત્યારથી માંડીને જાન ઉઘલાવવા અને સાસરિયામાં કંકુ પગલાં માંડવા સુધીના સમયગાળા દરમિયાન પાનેતર અને ઘરચોળું પહેરે છે. જો કે, આ પ્રથા ઘણી જગ્યા પર નાબૂદ થઈ ગઈ છે પરંતુ આજે તમને પાનેતર અને ઘરચોળા વચ્ચે શું ફરક હોય છે તે જણાવી શું. કારણ કે, આજની પેઢીના ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે, પાનેતર અને ઘરચોળામાં ફરક શું છે. લોકો એ બંને નામ તો સાંભળ્યા છે પરંતુ બંને વચ્ચે તફાવત શું છે તે નહીં ખબર હોય. આજે અમે પાનેતર અને ઘરચોળા વચ્ચેનો તફાવત અમે તમને જણાવીશું.
ઘરચોળાની વાત કરીએ તો કન્યા માટે તેનાં સાસરિયાં તરફથી જે સાડી આવે છે તને ઘરચોળું કહેવામાં આવે છે. ઘરચોળું પહેરીને જ કન્યાને લગ્ન સમયની વિધિઓ અને સાસરિયા પક્ષની તમામ વિધિ પૂર્ણ કરવી પડે છે. ઘરચોળું પાનેતરની જેમ જ શુકનવંતુ ગણવામાં આવે છે. સાસરિયાઓ તરફથી લગ્ન કરનાર કન્યાને આપવામાં આવતી છાબમાં ઘરચોળું મુખ્ય હોય છે અને તે સાસરીયાની આબરૂ પણ ગણાય છે.
ઘરચોળાના કલરની વાત કરવામાં આવે તો તેમાં મુખ્ય બે રંગો હોય છે અને આ બે રંગ લાલ અને લીલા હોય છે. પાનેતરની સરખામણીમાં ઘરચોળું વધારે આકર્ષક હોય છે. કારણ કે, તેમાં લાલ રંગમાં સુવર્ણમય રેશમી ભરત ભરવામાં આવ્યું હોય છે અને બાકી લીલા કલરમાં મોર, પોપટ કે, હાથીની ડિઝાઇન પાડવામાં આવેલી હોય છે.
ઘરચોળામાં રહેલા લાલ અને લીલા કલરનું પણ ઘણું મહત્ત્વ છે. લાલ કલર કન્યાના સાસરીયાની આબરૂ જાળવવાનું કહે છે અને લીલો કલર આબરૂદાર ઘરને પોતાના સંસ્કારથી વધારે મહેકાવાનું અને સાસરીયાને હરિયાળું બનાવવાનું સુચવે છે.
પાનેતરની વાત કરવામાં આવે તો પાનેતર લગ્ન કન્યા કન્યાને તેના મામા દ્વારા આપવામાં આવે છે. મામેરામાં મામા તેની ભાણેજને પાનેતર આપતા હોય છે અને માંડવાની શરૂઆતની રસમ સમયે કન્યાને આ પાનેતર પહેરવાનું હોય છે અને તે પાનેતર ખૂબ જ શુકનવંતુ ગણાય છે.
પાનેતરની ડિઝાઇનની વાત કરવામાં આવે તો પાનેતર લાલ કીનારી વાળું અને તેની અંદરનો ભાગ સફેદ હોય છે. આ ઉપરાંત તેની બોર્ડર પર આછું ભરતકામ પણ કરવામાં આવે છે. ભારતના અલગ-અલગ પ્રદેશોમાં પાનેતરનો રંગ પણ બદલાય છે કેમ કે, મહારાષ્ટ્રમાં પાનેતરનો રંગ પીળો હોય છે અને ગુજરાતમાં પાનેતર લાલ કીનારી વાળું અને અંદર સફેદ કલરનું હોય છે. પાનેતરનો રંગનું પણ એક મહત્ત્વ છે. પાનેતરનો સફેદ કલર કન્યાના પિયર અને સાસરીમાં શાંતિ જાળવી રાખે છે.
Related Posts
Top News
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું
Opinion
