ટ્રેનમાં ખોવાયેલું પર્સ ગુજરાતીએ 4 દિવસ બાદ પાછું આપતા વિદેશી મહિલા રડી પડી, તેણે કહ્યું, 'ભારતના લોકો, ખરેખર...'

ગુજરાતના ભુજ જિલ્લામાં એક અમેરિકન પ્રવાસી સ્ટેફ સાથે એક હૃદયસ્પર્શી ઘટના બની. સ્ટેફનું પાકીટ ટ્રેનમાં ખોવાઈ ગયું પણ એક સ્થાનિક દુકાનદાર, ચિરાગે તેને મદદ કરી. ચિરાગે પાકીટને શોધી કાઢ્યું અને તેણે તેને સ્ટેફને સુરક્ષિત રીતે પહોંચાડ્યું હતું. આ ઘટના ભારતના આતિથ્યના સિદ્ધાંત 'અતિથિ દેવો ભવ' ને પ્રતિબિંબિત કરે છે. ઇન્સ્ટાગ્રામ યુઝર @animuchxએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં, સ્ટેફ ચિરાગને આભાર તરીકે થોડા પૈસા આપવા માંગે છે, પરંતુ ચિરાગ નમ્રતાથી ના પાડે છે.

સ્ટેફ અને પીટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વાયરલ વીડિયોમાં, સ્ટેફ ચિરાગને મળવા અને તેનું પાકીટ પાછું મેળવવા જતી જોઈ શકાય છે. રેસ્ટોરન્ટમાં પહોંચતાં જ, ચિરાગે તેનું પાકીટ તેને આપ્યું અને તેને દયા બતાવવા બદલ અમુક રકમ ઇનામ આપવા માંગે છે પણ ચિરાગે તેને ના પાડી.

US-Tourist-Wallet
indianexpress.com

સ્ટેફે કહ્યું, 'આપણે ઘણીવાર ભારતમાંથી નકારાત્મક સમાચાર સાંભળીએ છીએ, પરંતુ અહીં ઘણી સારી બાબતો પણ બને છે. ચિરાગ જેવા વધુ લોકો હોવા જોઈએ.' તેમના આ શબ્દો લોકોના દિલને સ્પર્શી ગયા. 17 એપ્રિલે શેર કરાયેલા આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું, 'ભારતમાં, મદદ કરનાર વ્યક્તિ પૈસા લેવાથી ગુસ્સે થઈ શકે છે.' બીજા એક યુઝરે કહ્યું, 'મને ગર્વ છે કે મારો જન્મ કચ્છમાં થયો હતો. ચિરાગે કચ્છ અને ભારતની ખરી લાગણી બતાવી.'

https://www.instagram.com/reel/DIi0YvWPeW0/

ત્રીજા યુઝરે પોતાની વાર્તા શેર કરતા કહ્યું, 'થોડા દિવસ પહેલા મારા બાળકનું સોનાનું બ્રેસલેટ એક હોટલમાં ખોવાઈ ગયું હતું. જ્યારે મેં ફોન કર્યો ત્યારે હોટલના સ્ટાફે મને કહ્યું કે તે સુરક્ષિત છે. અમને તે બીજા દિવસે મળી ગયું. ભારતમાં દરેક જગ્યાએ સારા અને ખરાબ લોકો છે. મારા ભારતને સમજવામાં ગેરસમજ ન કરો.' એક યુઝરે લખ્યું, 'ચિરાગ જેવા લોકો માત્ર પ્રવાસીઓના દિલ ને જ જીતતા નથી પણ ભારતની સકારાત્મક છબી દુનિયા સમક્ષ લાવે છે. આવી વાર્તાઓ આપણને યાદ અપાવે છે કે, નાની નાની આવી સારી વાતો દુનિયાને વધુ સુંદર બનાવી શકે છે.'

US-Tourist-Wallet2
news18.com

આ વીડિયો 75 હજાર વખત જોવામાં આવ્યો છે, 6,700 લોકોએ લાઈક કર્યો છે અને ચિરાગના વિચારશીલ વર્તનની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. વીડિયો માટેના સ્ટેફના કેપ્શન બતાવે છે કે, તે ભારતમાં દયાળુ સ્વભાવના આવા કાર્યો કેટલા સામાન્ય છે અને અમેરિકાના વ્યવહારિક સંસ્કૃતિથી કેટલા અલગ છે તે જોઈને આશ્ચર્યચકિત છે.

About The Author

Top News

કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

મેગન કેરીગન બેરન, જે એક અનુભવી શિક્ષિકા અને બે બાળકોની માતા છે, અચાનક ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી છે....
World 
કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.