બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે

ઘર બનાવતી વખતે સૌથી મોટી ચિંતા તેની મજબૂતાઈ, ખર્ચ અને ટકાઉપણું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી બાંધકામ માટે સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે, પરંતુ શું સિમેન્ટ વિના ઘર બનાવી શકાય? બેંગલુરુમાં એક અનોખું ઘર બનાવવામાં આવ્યું છે. તે સંપૂર્ણપણે પથ્થરથી બનેલું છે. આમાં સિમેન્ટ કે કોઈ આધુનિક એડહેસિવનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખાસ વાત એ છે કે આ ઘર ફક્ત મજબૂત જ નથી પણ પર્યાવરણને અનુકૂળ પણ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોએ ટકાઉ બાંધકામ પર નવી ચર્ચા જગાવી છે.

Cement-Less-House1
storypick.com

હકીકતમાં, બેંગલુરુમાં એક વ્યક્તિએ આ ઘર બનાવ્યું છે. આ ઘર સંપૂર્ણપણે પથ્થરનું બનેલું છે. જેમાં સિમેન્ટ કે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ ઘર, કન્ટેન્ટ ક્રિએટર પ્રિયમ સારસ્વતે પોતાના વીડિયોમાં બતાવ્યું હતું, જેના કારણે તે ચર્ચાનો વિષય બન્યું હતું. ઘરના માલિકનો દાવો છે કે આ વિશ્વનું પહેલું ઝીરો-સિમેન્ટ પથ્થરનું ઘર છે. તેને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવ્યું છે. તેની ઉંમર હજાર વર્ષથી વધુ હોઈ શકે છે.

એવું કહેવાય છે કે, આ ઘર બનાવવા માટે ગ્રે ગ્રેનાઈટ અને સેન્ડસ્ટોન જેવા કુદરતી ખડકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને પરંપરાગત ઇન્ટરલોકિંગ ટેકનિક સાથે જોડવામાં આવે છે. જેમાં ન તો સિમેન્ટની જરૂર પડી. ન તો કોઈપણ પ્રકારના રાસાયણિક એડહેસિવ્સ અને બ્લાસ્ટિંગની જરૂર પડી. આ સંપૂર્ણપણે કૌશલ્ય આધારિત ઉત્પાદન છે.

Cement-Less-House2
storypick.com

આજના સમયમાં આ ટેકનિક ભલે નવી લાગે છે, પરંતુ વાસ્તવમાં તે સદીઓ જૂની ભારતીય સ્થાપત્ય પર આધારિત છે. આ ઇન્ટરલોકિંગ પદ્ધતિનો ઉપયોગ જૂના મંદિરો અને ઐતિહાસિક ઇમારતોમાં થતો હતો જેના કારણે આ રચનાઓ સેંકડો વર્ષો સુધી મજબૂત રીતે ઉભી રહે છે. આ પદ્ધતિ ફક્ત બાંધકામની મજબૂતાઈમાં વધારો કરતી નથી, પરંતુ સિમેન્ટ અને કોંક્રિટ જેવી આધુનિક સામગ્રીથી થતા કાર્બન ઉત્સર્જનને પણ અટકાવે છે.

https://www.instagram.com/reel/DHchD3lIYgx/

સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘર વિશે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી અને તેને ભારતીય સ્થાપત્યનું પુનરાગમન ગણાવ્યું. તેમણે કહ્યું કે, જો આ ટેકનોલોજીને આખા શહેરમાં અપનાવવામાં આવે તો તે ખૂબ જ ટકાઉ સાબિત થઈ શકે છે. જ્યારે ઘણા યુઝર્સે પ્રશ્ન કર્યો કે તે ખૂબ સરસ લાગે છે, પણ ઉનાળા અને શિયાળામાં તે રહેવા માટે કેવું રહેશે.

About The Author

Top News

કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

મેગન કેરીગન બેરન, જે એક અનુભવી શિક્ષિકા અને બે બાળકોની માતા છે, અચાનક ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી છે....
World 
કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.