- Offbeat
- આ છોકરી ગર્લફ્રેન્ડ બનવાની કરે છે જોબ, કરે છે લાખોમાં કમાણી
આ છોકરી ગર્લફ્રેન્ડ બનવાની કરે છે જોબ, કરે છે લાખોમાં કમાણી
દુનિયાભરમાં લોકો પોતાની આજીવિકા માટે વિવિધ પ્રકારના કામો કરે છે. તેમાંથી જ એક કામ ભાડેથી વસ્તુઓ આપવાનું પણ છે. જે સામાન આપણે ખરીદી નથી શકતા તે ભાડા પર મળી જાય છે. જેમ કે, સમારોહ માટે ટેબલ-ખુરશીઓ, ટેન્ટ વગેરેથી લઇને વરરાજા અને વધુના ડ્રેસ પણ ભાડેથી મળી જાય છે. તમે પણ કાર-બાઇક, સાઉન્ડ-લાઇટ વગેરે ઘણુ બધુ ભાડા પર મળતા જોયુ જ હશે પરંતુ, શું તમે ક્યારેય ભાડાની ગર્લફ્રેન્ડ વિશે સાંભળ્યું છે?

તમને ભાડાની ગર્લફ્રેન્ડ સાંભળીને કદાચ નવાઈ લાગી હશે પરંતુ આ હકીકત છે. આજે અહીં એવી છોકરી વિશે વાત કરવામાં આવી છે જે લોકોની ગર્લફ્રેન્ડ બની જાય છે અને તેના બદલામાં ભાડાના રૂપમાં સારી એવી રકમ લે છે. લોકો પૈસા કમાવા માટે દરેક પ્રકારે મગજ દોડાવે છે, ઘણા પ્રકારની નોકરીઓ કરે છે. ઘણા લોકો તો એવા પણ છે જે લોકોના ઘરની સાફ-સફાઈ કરીને લાખો રૂપિયામાં કમાણી કરે છે. ત્યાં સુધી કે, કરોડોની સેલેરી માટે લોકો નોકર પણ બનવા તૈયાર છે પરંતુ, આ છોકરી અલગ છે. કારણ કે, તેણે પૈસા કમાવાનો એવો રસ્તો શોધ્યો છે જે કદાચ જ પહેલા કોઈના મગજમાં આવ્યો હોય. તે દરરોજ કોઈ નવા છોકરાની ગર્લફ્રેન્ડ બને છે અને તેના બદલામાં તેમની પાસેથી સારી એવી રકમ લે છે.
View this post on Instagram
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, લોકોની ગર્લફ્રેન્ડ બનીને સારી એવી કમાણી કરનારી કિર્મી નામની આ છોકરી મૂળ જાપાનની રહેવાસી છે. તેનો દાવો છે કે, આ તેનું ફુલટાઇમ કામ છે, તે દરરોજ કોઇક ને કોઇકની ગર્લફ્રેન્ડ બનીને સારા એવા પૈસાની કમાણી કરી રહી છે. સીધા શબ્દોમાં કહીએ તો આ છોકરી ભાડાની ગર્લફ્રેન્ડ બનીને પૈસાની કમાણી કરી રહી છે. આ સાથે જ આ છોકરી સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે, તેના સોશિયલ મીડિયા પર બે લાખ કરતા વધુ ફોલોઅર્સ છે.
View this post on Instagram
કિર્મી હવે મેક્સિકોમાં રહે છે, એવામાં અહીં તે સર્વિસ તો નથી ચાલતી પરંતુ, તે પોતાના ચાહનારાઓને મળવા, તેમની સાથે ફિલ્મ જોવા, ખાવા અને શોપિંગ કરવા જવા માટે પૈસા લે છે. મજાની વાત એ છે કે, તે જેટલી રકમ ચાર્જ કરે છે, તે ઓછી નથી.
View this post on Instagram
કિર્મી કોઇકની ગર્લફ્રેન્ડ બનવાના ઓછામાં ઓછાં 44 હજાર રૂપિયા લે છે. આ રીતે તે મહિનામાં 9858 યૂરો એટલે કે 10 લાખ રૂપિયા સુધી કમાણી કરે છે. તેની આખા વર્ષની કમાણી જોડવામાં આવે તો તે 1 કરોડ રૂપિયા કરતા વધુ હશે. કિર્મી પૈસા લઇને એ છોકરાઓને ડેટ કરે છે જે સિંગલ હોય છે. તેમા પણ ઘણા બધા લોકો એવા છે જે કિર્મી સાથે થનારી ડેટને પ્રાઇવેટ રાખવા માંગે છે.

